આંગળીઓમાં દેખાય આવા સંકેત, તો થઇ જાઓ એલર્ટ, હોઈ શકે છે હાર્ટ એટેકનું જોખમ

હાઈ કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ બને છે. એ બલસ વેસલ્સને બ્લોક કરી શકે છે અને સ્ટ્રોક હાર્ટ એટેક લાવી શકે છે. એ પછી પણ ઘણા લોકો હાઈ કોલેસ્ટ્રોલને ગંભીરતાથી નથી લેતા. એની પાછળ એક મોટું કારણ એ પણ છે કે આ સમસ્યાના કોઈ ખાસ લક્ષણ નથી હોતા.

શું છે હાઈ કોલેસ્ટ્રોલનું કારણ?



નેશનલ હેલ્થ સર્વિસ મુજબ, વધારે ચરબીવાળું ખાવાનું અને પૂરતા પ્રમાણમાં વ્યાયામ ના કરવાને લીધે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા થાય છે. એ સિવાય, વધારે વજન, સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન હાઈ કોલેસ્ટ્રોલ માટે જવાબદાર છે. જોકે, આ અનુવાંશિક પણ હોઈ શકે છે, પરંતુ હેલ્ધી ડાયેટ અને રોજ કસરત કરવી એના જોખમને ઓછું કરી દે છે.

પરસેવો વહાવવો જરૂરી



નિષ્ણાંતો મુજબ હાઈ કોલેસ્ટ્રોલથી બચવા માટે મોડરેટ એરોબિક પ્રવૃતિઓ જરૂરી છે એટલે કે એવી કસરત જે તમારા હાર્ટ રેટ વધારો અને પરસેવો નીકળવા દો. એ સિવાય ઓછા ફેટવાળી વસ્તુઓ ખાઓ. તમારા ડાયેટમાં સલાડ, ફળ જરૂર ઉમેરો.

આ છે લક્ષણ



હાઈ કોલેસ્ટ્રોલના એમ તો ખાસ લક્ષણ નથી પરંતુ હાથ પગની આંગળીઓમાં દુઃખાવો એનું કારણ હોઈ શકે છે. એ સિવાય આંગળીઓ સુન્ન થવી એ પણ એમાં શામેલ છે. યોગ્ય એ છે કે જો તમારી ઉંમર ૩૦-૩૫ વર્ષથી વધારે છે તો વર્ષમાં એક વાર કોલેસ્ટ્રોલ લેવલ ચેક કરાવતા રહો. ઘણી વાર કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોવાથી સ્કીનમાં ચરબી ગાંઠ તરીક ભેગી થઇ જાય છે, જે ઘણીવાર હાથ પગ એ આંખો પાસે દેખાય છે.