હાલના સમયમાં લોકોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તમેં ઘણીવાર સાંભળ્યું હશે કે હાર્ટ એટેકથી પોતાનો જીવન ગુમાવ્યો છે. તમે એ પણ જોયુ હશે કે ઘણીવાર લોકોને બાથરૂમમાં હાર્ટ એટેક આવે છે. એવા ઘણા કેસ છે જેમાં બાથરૂમમાં હાર્ટ એટેક આવે છે. આખરે એની પાછળનું કારણ શું છે આવો જાણીએ.
બાથરૂમમાં હાર્ટ એટેક આવવાના ઘણા કારણ હોય છે અને જે લોકોને પહેલેથી હાર્ટ સંબંધી બીમારીઓ હોય છે, એમને એનો જોખમ વધારે હોય છે. બાથરૂમમાં હાર્ટ એટેક હોવાનો જોખમ વધારે કેમ હોય છે? હાર્ટના સ્પેશિયલિસ્ટનું કહેવું છે કે આ સ્થિતિથી બચવા માટે લોકોએ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જેથી કોઈને પણ એવી સમસ્યા ના થાય. વાત એવી છે કે અમેરિકી સંસ્થા NCBI ના રીપોર્ટ પ્રમાણે ૧૧% થી વધારે હાર્ટ એટેક બાથરૂમમાં આવે છે.

એ સિવાય ઘણા રીપોર્ટસમાં કહેવાયું છે કે બાથરૂમમાં હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે. ડોકટરોનું કહેવું છે કે નહાતી વખતે પણ હાર્ટ એટેકનો જોખમ વધી જાય છે. જયારે તમે તમારા શરીર પ્રમાણે પાણીનો ઉપયોગ નથી કરતા, તો એવું થવાનો જોખમ વધી જાય છે. ઉદાહરણ તરીકે, ઠંડીની ઋતુમાં વધારે ઠંડા પાણીથી સમસ્યા થઇ શકે છે. એ સિવાય જો કોઈ મહિલા કે પુરુષ નહાતી વખતે વધારે ઝડપ કરે છે કે કોઈ ઝડપી પ્રવૃત્તિ કરે છે, તો એવામાં હાર્ટ એટેક પર સ્ટ્રેસ વધી જાય છે.

એટલે એવા પ્રયત્ન હોવા જોઈએ કે શરીર તાપમાન ના હિસાબે પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને એકદમ આરામથી નહાવાનું કામ કરવું જોઈએ. જે લોકોને પહેલેથી હાર્ટથી સમસ્યા હોય એમણે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ પુરુષ કે મહિલાને કબજિયાતની સમસ્યા હોય અને એના લીધે એણે પેટ આફ કરવા માટે વધારે બળ કરવું પડતું હોય તો પણ જોખમ વધી શકે છે. એવું કરવાથી વ્યક્તિના જોર પડે છે.

એટલે હાર્ટ એટેક એટલે કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધી જાય છે. તો હેલ્થ લાઈન ડોટ.કોમ પ્રમાણે કાર્ડિયાક અરેસ્ટ ત્યારે થાય છે જયારે હ્રદયમાં ઈલેક્ટ્રીકલ ખરાબી હોય છે. આ એટેક અનિયમિત ધડકનને લીધે થઇ શકે છે. જયારે તમે નહાઈ રહ્યા હોય અથવા ફ્રેશ થઈ રહ્યા હોય તો પણ એવી ખરાબી થવાની સંભાવના વધી જાય છે. આ બધાની પાછળ એક મોટું કારણ તમારી ચિંતા પણ હોઈ શકે છે.