આ લક્ષણ દેખાય તો થઇ જાઓ સાવધાન, શરીરમાં આયર્નની ખૂબ જ ઉણપના છે સંકેત

આયર્નની કમીથી થકાન અને નબળાઈ થવા લાગે છે. સામાન્ય રીતે ખરાબ ડાયેટ, પીરીયડ્સ અને પ્રેગનેન્સી દરમિયાન શરીરમાં આયર્નની કમી થઇ જાય છે. પુરુષોના સરખામણીમાં મહિલાઓમાં આયર્નની કમી વધારે જોવા મળે છે. શરીરમાં દેખાતા કેટલાક લક્ષણો ના અવગણવા જોઈએ. એ આયર્નની કમીના સંકેત હોઈ શકે છે.



આયર્નની કમી થવાથી શરીરમાં ઘણી સમસ્યા થવા લાગે છે. આયર્ન એક જરૂરી પોષકતત્વ છે જ એ આખા શરીરમાં ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, આયર્ન હિમોગ્લોબીનનું એક મહત્વનું ઘટક છે. આયર્નની કમીથી શરીરમાં સ્વસ્થ લાલ કોશિકાઓ નથી બની શકતી. શરીરમાં લાલ ક્ત કોશિકાઓની કમીને આયર્નની કમીથી થતું એનીમિયા કહેવાય છે. ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં એનીમિયાની સમસ્યા વધારે જોવા મળે છે. આયર્નની કમીથી થતા લક્ષણ સામાન્ય રીતે લોકોને સમજાતા નથી.

આયર્નની કમીના લક્ષણ



આયર્નની કમીથી શરીરમાં થાક, નબળાઈ, પીળી ત્વચા, શ્વાસ લેવામાં સમસ્યા, બેભાન, માથાનો દુખાવો, શ્વાસની સંખ્યા વધી જવી, છાતીમાં દુખાવો, હાથ પગ ઠંડા પડી જવા, વાળ ખરવા, તમારા મોં ની કિનારી ફાટી જવી, ગળામાં ખરાશ અને સૂજેલી જીભ જેવા લક્ષણ જોવા મળે છે.

આયર્નની કેટલી જરૂરત?

સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર શરીરમાં આયર્નની કેટલી જરૂર હોય છે એ વ્યક્તિની ઉંમર, જાતિ અને સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. નવજાત અને બાળકોને વયસ્કોની સરખામણીએ વધારે આયર્નની જરૂર હોય છે કારણકે એમનું શરીર તેજીથી વધી રહ્યું હોય છે. બાળપણમાં છોકરા અને છોકરીઓને સરખી માત્રામાં આયર્નની જરૂર હોય છે. ૪ થી ૮ વર્ષની ઉંમરમાં રોજના ૧૦ મિલીગ્રામ અને ૯ થી ૧૩ ની ઉંમરમાં રોજના ૮ મીલીગ્રામની માત્રા જરૂરી હોય છે.



તો મહિલાઓને આયર્નની જરૂર વધારે હોય છે કારણકે પીરીયડ્સ દરમિયાન એમના શરીરમાંથી ખૂનની ઘણી માત્રા શરીરમાંથી નીકળી જાય છે. ડોક્ટર્સ પ્રમાણે, ૧૯ થી ૫૦ વર્ષની મહિલાઓને રોજ ૧૮ મિલીગ્રામ આયર્ન લેવું જોઈએ. જયારે એ ઉંમરના પુરુષોને ૮ મિલીગ્રામ આયર્ન જ ઘણું હોય છે. તો ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓ, કિડનીની બીમારીના દર્દીઓ, અલ્સર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડીસઓર્ડર, વેટલોસ સર્જરી,ઘણું વર્કઆઉર કરવાવાળા અને શાકાહારી લોકોને આયર્નની માત્રા લેવામાં સલાહ આપવામાં આવે છે.

આ વસ્તુમાં હોય છે વધારે આયર્ન

ચીકન, ઈંડા, માછલી, છોલે, દાળ, સુકા વટાણા, લીલા વટાણા,કઠોળ, બ્રોકલી, બ્રસેલ્સ સ્પ્રાઉટસ અને આખા અનાજમાં આયરનની માત્રા પુષ્કળ હોય છે. શરીરમાં આયર્નની કમી ના થાય એટલે એના માટે ખાસ ડાયેટ પર ધ્યાન આપવું જોઈએ.