શરીરને હંમેશા હેલ્ધી રાખવા માટે ફેફસા વ્યવસ્થિત કામ કરે તેની જરૂર હોય છે. કારણકે ફેફસામાં ફિલ્ટર થયા બાદ ઓક્સિજન આખા શરીરમાં પહોંચે છે.
કોરોનાકાળમાં ફેફસાને મજબૂત રાખવા માટે તમારે કેટલીક કાળજી લેવાની જરૂર છે. તમને ખ્યાલ હશે કે કોરોનાકાળમાં ફેફસા નબળા થઇ જાય છે અને ફેફસા ઉપર જ સૌથી વધારે અસર થાય છે, ત્યારે આ વસ્તુઓ બંધ કરી દેવાથી તમારા ફેફસા મજબૂત રહેશે.
પોતાના ખાનપાન અને લાઇફસ્ટાઇલની વ્યવસ્થિત કાળજી લેવાથી લંગ્ઝ સંબંધિત કોઇ સમસ્યા રહેતી નથી. શારીરિક પરિશ્રમ ન કરવાના કારણે થોડુ ચાલવા પર જ શ્વાસ ચડવા લાગે છે. જો આવુ થાય તો સમજો કે તમારા ફેફસા નબળા છે.
જો તમારે ફેફસા સ્ટ્રોંગ બનાવવા હોય તો ભૂલથી પણ આ વસ્તુઓનુ સેવન ન કરતો નહીંતર તે ફેફસાને નુકસાન પહોંચાડશે.
પ્રોસેસ્ડ મિટ
એક રિપોર્ટ પ્રમાણે મીટને લાંબા સમય સુધી રાખવા માટે નાઇટ્રાઇટ નામનુ તત્વ ઉપયોગમાં લેવામાં આવે છે. જે તમારા ફેફસામાં સોજો અને તણાવ પેદા કરી શકે છએ. આ પ્રોસેસ્ડ મીટમાં બેકન, હેમ, હેલી માંસ, અને સોઝ વગેરે હોય છે.
શુગર વાળી ડ્રિંક
યુવાનોમાં કરવામાં આવેલ એક રિસર્ચ પ્રમાણે 5થી વધારે વાર અઠવાડીયામાં ડ્રિંકનુ સેવન કરવાથી તેની લિવર પર ખરાબ અસર થાય છે. જેનાથી અસ્થમાનો શિકાર થઇ શકાય છે.
તળેલુ ભોજન
વધારે તળેલુ અને મસાલેદાર જમણ પેટમાં બ્લોટિંગ કરે છે. જેના કારણે તમને શ્વાસ લેવામાં સમસ્યા થઇ શકે છે. એટલુ જ નહી આ વસ્તુઓનું વધુ સેવન કરવાથી ફેફસા પર દબાણ પણ વધે છએ.
ડેરી પ્રોડક્ટનુ વધુ સેવન
ડેરી પ્રોડક્ટ જેમકે દહી, દૂધ, પનીર વગેરેનું સેવન કરવુ શરીર માટે સારુ છે પરંતુ તેનુ વધારે માત્રામાં સેવન કરવાથી તે ફેફસાને નુકસાન કરે છે. માટે વધારે પડતુ સેવન ન કરવુ જોઇએ.
ખાટા ફળ
જો તમને વધારે એસીડીટીની સમસ્યા છે તો ખાટી વસ્તુઓનું સેવન ટાળોય એસીડીટીના કારણે શરીરમાં એસિડ રિફ્લક્સ ફેફસાના રોગો વધારવામાં મદદ કરે છે. માટે ખાટી વસ્તુઓનુ સેવન નહી કરો તો શરીરમાં એસિડની માત્રા ઓછી થઇ જશે.