આવો ચમત્કાર ભારતમાં જ થાય! મંદિર પાસે આવતા ટ્રેન પણ થઇ જાય છે ધીમી

ભારત ચમત્કારોનો દેશ છે અને જેવા ચમત્કાર અહી થાય છે તેવા કદાચ જ બીજે ક્યાંક થતા હશે. આજે અમે તમને એવી ઘટના વિશે જણાવીશું જે જાણીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે.

હનુમાનજી રામ ભગવાનના પરમ ભક્ત છે અને કોઇ પણ મુશ્કેલી આવે હનુમાનજીને યાદ કરી લેવાથી તે દૂર થઇ જાય છે. જે મંદિર વિશે અમે વાત કરવા જઇ રહ્યાં છીએ ત્યાં ટ્રેન પહોંચે કે તેની ગતિ ધીમી થઇ જાય છે. આ મંદિરમાં અનેક ચમત્કાર થયા છે અને જેના કારણે તે હંમેશા ચર્ચાનો મુદ્દો બની રહે છે.

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં આવેલ આ મંદિર શ્રી સિદ્ધવીર ખેડાપતિ હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિર 600 વર્ષ જુનુ છે અને ત્યાં હ્રદયથી કંઇ માગીએ તો તરત જ મળી જાય છે. લોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓ હનુમાનજી દાદા તરત જ દૂર કરી દે છે. દેશભરમાંથી લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે.

ટ્રેન ધીમી પડી જવાની વાત પર પહેલા તો કોઇ વિશ્વાસ કરતુ નહોતુ પરંતુ પોતાની આંખે જોયા બાદ આ નજારો જોવા લોકો આવે છે. આસપાસના લોકો પણ કહે છે કે આ મંદિરમાં આવેલા તમામ લોકોની આશા પૂર્ણ થઇ છે. ટ્રેન ધીમી થઇ જવા જેવો ચમત્કાર આખી દુનિયામાં ક્યાંય જોવા મળ્યો નથી.

થોડા સમય પહેલા અહી માલગાડીઓ ટકરાઇ હતી. જ્યારે આવું 2 થી 3 વાર થયુ ત્યારે તપાસ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે, એક માલગાડીની સ્પીડ અચાનક ધીમી થઇ ગઇ હતી. આ વાત એકદમ સાચી છે કે આ મંદિર પાસે આવતા જ ટ્રેન ધીમી થઇ જાય છે.

આ અકસ્માતમાં લોકો પાયલટને કંઇ થયુ નહોતુ પરંતુ આ મંદિર પાસે આવતા જ ટ્રેનની સ્પીડ ઓછી થઇ જાય છે.