ગુજરાતનુ આ મંદિર દરરોજ 2 વાર પાણીમાં ડૂબી જાય છે અને પછી…

ભગવાન શિવ ચમત્કારોના દેવતા છે, શિવજી રીઝે તો બધા સુખ આપી દે અને રૂઠે તો લીધેલુ પણ પાછુ લઇ લે. ત્યારે આજે આપણે એક એવા શિવમંદિરની વાત કરીએ જે રોજ પાણીમાં 2 વાર ડૂબી જાય છે.

વડોદરામાં ભગવાન શિવનું અનોખુ મંદિર આવેલુ છે જે રોજ 2 વાર પાણીમાં ડૂબી જાય છે. આ મંદિરનું નામ સ્તંભેશ્વર મહાદેવ છે અને કહેવાય છે કે ભગવાન શિવના પુત્ર કાર્તિકેયના તપના બળથી બનાવવામાં આવ્યું હતું.



સમુદ્ર કિનારે આવેલા આ મંદિર પાછળ એવુ રહસ્ય છે કે દરિયાનું પાણી 2 વાર વધી જાય છે જેના કારણે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે અને બાદમાં જ્યારે પાણી ઘટે છે ત્યારે આ મંદિર વિઝીબલ થાય છે. કહેવામાં આવે છે કે આ મંદિર 150 વર્ષ જૂનુ છે અને તેમાં રહેલુ શિવલીંગ 4 ફૂટ ઉંચુ છે.

માન્યતા



એક માન્યતા અનુસાર રાક્ષક તાડકાસુરે ભગવાન શિવ પાસે આશીર્વાદ લીધો હતો કે તેનું મૃત્યુ માત્ર શિવનો પુત્ર જ કરી શકે છે. આ વરદાન મેળવ્યા બાદ તાડકાસુરે દરેક જગ્યાએ હાહાકાર મચાવ્યો હતો.

શિવની દિપ્તીથી જન્મેલા કાર્તિકેય લોકોને આ રાક્ષસના ત્રાસથી બચાવવા માટે આગળ આવ્યા અને તાડકાસુરની હત્યા કરી નાંખી. તાડકાસુર પ્રભુ શંકરનો ભક્ત હતો તે જાણીને કાર્તિકેટ દુઃખી થઇ ગયા હતા. બાદમાં તેમણે દેવતાઓની સલાહ લીધી અને મહિસાગર સંગમના સ્થળે સ્તંભની સ્થાપના કરી હતી.



આ એજ સ્તંભ છે જે સ્તંભેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. વડોદરાથી 40 કિમીના અંતરે આવેલ આ મંદિર શ્રદ્ધાળુંઓનું પ્રિય સ્થાન છે. કહેવામાં આવે છે કે શિવભક્તો દર્શન કરી લે તે બાદ આ મંદિર અદ્રશ્ય થઇ જાય છે અને આ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવે છે.