કળિયુગમાં ભાઇ ભાઇનો સગો નથી રહ્યો તો પારકા પાસે તો શું આશા જ રાખવી? આવા કપરા કળિયુગમાં પોતાના પારકા થઇ જાય છે ત્યારે મહેશ ભાઇ સવાણી નામના વ્યક્તિએ ગુજરાતની એક દીકરીને એવી મદદ કરી છે જેવી તો સગો બાપ પણ ન કરે. સમગ્ર વાત જાણીને તમારી આંખો ભીની થઇ જશે.
સાબરકાંઠાની દીકરીની વ્હારે આવ્યા મહેશ સવાણી
આજકાલ મહિલાઓ સાથે કેવા બનાવ બની રહ્યાં છે તે આપણે સૌ જાણીએ જ છીએ ત્યારે અહીં વાત છે જયશ્રીની. જયશ્રીના પિતા વોચમેન તરીકે કામ કરતા હતા અને દિકરા દીકરીના લગ્ન સામ સાટામાં કરાવ્યા હતા. જયશ્રીના પતિએ લગ્ન બાદ ફિનાનશ્યલી સ્ટેબલ ન હોવાના કારણે આત્મહત્યા કરી લીધો તો સામે ભાઇ ભાભીના લગ્ન પણ વધુ ન ટકી શક્યા. જયશ્રી ઘરે પરત આવી ગઇ.
જયશ્રીએ બીજીવાર લગ્ન કર્યા
જયશ્રીએ પોતાના જીવનમાં શાંતિ રહે અને સમાજ તેને ધુત્કારે નહી તે ડરથી બીજીવાર લગ્ન કર્યા પણ કહેવાય છે ને કરમ ભમરાળા હોય તો ક્યાંય સુખ ન મળે. બીજો પતિ પણ વ્યસન કરવા લાગ્યો અને દારૂનો નશો કરવા લાગ્યો. આ લગ્નથી જયશ્રીને એક દિકરો પણ અવતર્યો. થોડા સમય બાદ જયશ્રીને તેનો પતિ ત્રાસ આપવા લાગ્યો હતો. પરિવારનો પણ આ પરિસ્થિતિ દરમિયાન જ સાથ છૂટી ગયો હતો. તેવામાં જયશ્રીનો સંપર્ક મહેશ સવાણી સાથે થયો.
મહેશભાઇએ હૂંફ આપી
મહેશભાઇને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે જયશ્રીને બનતી બધી મદદ કરવાનું વચન આપ્યું અને પાલક પિતા બન્યા હતા. એક દિવસ મહેશભાઇને સમાચાર મળ્યા કે જયશ્રીના પતિ અને સાસુએ તેના પર એસિડ એટેક કર્યો છે ત્યારે તાબડતોબ જયશ્રીને તેના ચંગુલમાંથી બચાવી અને સુરત ખાતે તેના દિપક નામના યુવાન સાથે લગ્ન પણ કરાવી આપ્યા. સગો બાપ પણ જે વસ્તું કરતા ખચકાય મહેશભાઇએ તો જયશ્રી માટે સગા બાપથી પણ ચડિયાતું કર્યું.
સેંકડો છોકરીઓનાં લગ્ન કરાવ્યા
વર્ષ 2017 માં મહેશ સવાણીએ 251 છોકરીઓના લગ્ન કર્યા. એનડીટીવી અનુસાર, તેમણે કહ્યું કે તે એવી મહિલાઓના લગ્નની ગોઠવણ કરે છે, જેમના પિતા નથી અથવા જે લગ્નનો ખર્ચ સહન કરી શકતા નથી. તેમણે કહ્યું, ‘હું આ છોકરીઓનો પિતા બનવાની જવાબદારી લઈ રહ્યો છું.’ તે 2012 થી દર વર્ષે કન્યાદાન કરે છે.