ગરીબો માટે ભગવાન સમાન હોસ્પિટલ, કરોડો રૂપિયાની સારવાર કરવામાં આવે છે ફ્રી

ભારત એકમાત્ર એવો દેશ હશે જ્યાં કદાચ ભાગ્યે જ કોઇ ભૂખ્યુ ઉંઘે છે અને મદદ માંગનારને મદદ મળતી નથી. બીમાર લોકો માટે સેવાકેન્દ્ર ખોલનારા લોકોની સંખ્યા પણ ખુબ મોટી છે. આવો આજે એક એવી જ હોસ્પિટલ વિશે જાણીએ જે ગરીબોની મફતમાં સેવા કરે છે.

દેશમાં ઘણા એવા લોકો છે જે પોતાના પરિવારનું ગુજરાન જ માંડ ચલાવે છે તેવામાં જો તેમના માથે કોઇ બીમારીનું ગ્રહણ લાગે તો કેવી રીતે ઇલાજ કરાવે તે જ મોટી વાત છે.

દેશમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ આવેલી છે જે ગરીબોના આંસુ લૂછવાનું કામ કરે છે. આ હોસ્પિટલ ભાવનગર જિલ્લામાં આવેલી છે અને ટ્રસ્ટ સંચાલિત છે. આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પાસેથી એક રૂપિયો લેવામાં આવતો નથી અને સારવાર પણ મફતમાં થાય છે.

સેવાકીય પ્રવૃત્તિ હેઠળ ચાલતી આ હોસ્પિટલ ખુબ ખ્યાતનામ છે. સ્વામી નિર્દોષાનંદજીનું આ સપનુ હતુ કે તે નિશુલ્ક સેવા આપતી એક હોસ્પટલ બનાવે અને તેમનું આ સપનુ આજે સાકાર થયુ છે. સ્વામીની એક શિષ્યાએ જ આ જમીન દાનમાં આવી હતી અને તેના પર આજે લાખો ગરીબ લોકોનું ઇલાજ થાય છે.

દર મહિને દવાખાનાનો ખર્ચ 50 લાખની આસપાસ થાય છે તેમ છતાં દર્દીઓ પાસે એક રૂપિયો લેવામાં આવતો નથી. જ્યારે દર્દી ડિસ્ચાર્જ થાય છે તે બાદની દવા પણ તેમને મફત આપવામાં આવે છે. ગજબની વાત તો તે છે કે દવાખાનામાં એક પણ કેશ કાઉન્ટર નથી.

એટલુ જ નહી ગર્ભવતી બહેનોને સુખડી અને શીરો આપવામાં આવે છે. ડિલીવરી બાદ તેમને કીટ આપવામાં આવે છે જેમાં સામાન રહેલો હોય છે અને તે ખાવાથતી તેમને પ્રોટીન, મિનરલ્સ, વિટામીન મળઈ રહે છે.

નોર્મલ અને સિઝેરીયન બંને પ્રકારની ડિલીવરી કરવામાં આવે છે. સાથે જ ગર્ભાશયની કોથળી, માટી ખસી જવી કે સ્ત્રીઓની નસબંધીનું ઓપરેશન પણ વિનામુલ્યે કરવામાં આવે છે. અહીંથી જતા ગરીબ લોકો હોસ્પિટલમાં દરેકને આશીર્વાદ આપતા જાય છે.