વજન ઘટાડે, શરદી ખાંસીથી બચાવે, ઠંડીમાં જામફળ ખાવાના છે ઢગલો ફાયદા

જામફળ ઘણા એન્ટી ઓક્સીડેન્ટસ, વિટામીન સી, પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. એ સિવાય એમાં ફોલેટ અને લાઈકોપીન જેવા જરૂરી પોષક તત્વો પણ મળી આવે છે. જામફળમાં ૮૦% પાણી હોય છે જે સ્કીનને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે. આવો જાણીએ કે ઠંડીમાં જામફળ ખાવાના શું શું ફાયદા છે?

શરદી ખાંસીથી બચાવે છે

ઠંડીમાં શરદી ખાંસી થવી સામાન્ય વાત છે. જામફળ અને એના પાનમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી અને આયર્ન હોય છે જે શરદી ખાંસીમાં આરામ આપે છે. જામફળ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. ખાંસીમાં પાકેલું જામફળ ના ખાવું જોઈએ પણ કાચું જામફળ ખાવાથી કફ ઓછો થાય છે. એટલે ઠંડીમાં જામફળનું સેવન જરૂર કરવું જોઈએ. જામફળમાં મળતું વિટામીન સી આંખોની રોશનીને વધારવાનું કામ કરે છે.


ડાયાબીટીસથી બચાવે છે

અભ્યાસ મુજબ, જામફળ બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. ખાસ તો જામફળના પાનનો અર્ક ઇન્સુલિન રેજીસ્ટેંસ અને બ્લડ શુગર પર ઘણું કારગર માનવામાં આવે છે. ખાધા પછી જામફળના પાનની ચા પીવાથી બ્લડ શુગર ઓછું થાય છે. જામફળમાં ગ્લાઈકેમિક ઇન્ડેક્સ ઓછું થાય છે, જે બ્લડ શુગરના સ્તરને વધતા રોકે છે. ટૂંકમાં ડાયાબીટીસના દર્દીઓ માટે જામફળ ખૂબ જ ફાયદેમંદ અને એમણે રોજ જામફળ ખાવા જોઈએ.

હ્રદયની બીમારીથી બચાવે છે

જામફળ હ્રદય માટે ઘણું ફાયદેમંદ છે. જામફળમાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટસ અને વિટામીન હ્રદયને ફ્રી રેડિકલ્સથી ખરાબ થતા બચાવે છે. જામફળમાં કેળા જેટલું પોટેશિયમ મળી આવે છે, જે હ્રદયના સ્વાસ્થ્યને દુરસ્ત રાખે છે. જામફળના પાન પણ બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. એક શોધ મુજબ, ખાવાનું ખાતા પહેલા એક પાકેલું જામફળ ખાવાથી બ્લડ પ્રેશરને ૮-૯ પોઈન્ટ ઓછું કરે છે.


વજન ઓછું કરવામાં કારગર

જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો જામફળથી સારું કોઈ ફળ ના હોઈ શકે. એમાં કેલરી ની માત્રા બહુ જ ઓછી હોય છે અને એ ખાવાથી પેટ લાંબો સમય ભરેલું રહે છે. વિટામીન અને મિનરલ્સથી ભરપૂર હોવાને લીધે તમારા શરીરને કોઈ પણ પ્રકારની પોષક તત્વની કમી નથી થવા દેતું. એમાં શુગરની માત્રા બહુ જ ઓછી હોય છે જેના લીધે સ્થૂળતા નથી થતી.

કબજીયાતને દૂર કરે છે

જામફળ ફાઈબરનો ઘણો સારો સ્ત્રોત છે અને એના બીજ પેટને સાફ કરવામાં ઘણા ફાયદેમંદ હોય છે. જામફળ ખાવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. ફક્ત એક જામફળથી તમને રોજના ફાઈબરની માત્રા એટલે કે ૧૨% સુધી ફાઈબર મળી શકે છે. તો જામફળ ના પાન ઝાડાની સમસ્યા દૂર કરે છે અને આંતરડામાં નુકસાનદાયી કીટાણુંઓને મારે છે.

કેન્સરથી બચાવે છે

જામફળના પાનમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. ટેસ્ટ ટ્યુબ અને એનિમલ સ્ટડી પ્રમાણે, જામફળનો અર્ક કેન્સર કોશિકાઓને વધતા રોકે છે. જામફળમાં મળતા શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટસ ફરી રેડિકલ્સથી બચાવે છે. એમાં મળી આવતું લાઈકોપીન, ક્વેરસેટિન, અને પોલીફેનોલ્સ પણ કેન્સર કોશિકાઓને વધતા રોકવામાં ફાયદેમંદ છે. શોધથી એ પણ જાણવા મળ્યું છે કે જામફળના પાનના તેલમાં એન્ટી પ્રોલીફેરેટીવ પદાર્થ હોય જે કેન્સરના પ્રસારને રોકવામાં અસરદાર હોય છે.