આ અભિનેત્રીની પાછળ પાગલ થઇ ગયા હતા ગોવિંદા, લગ્નજીવનને બરબાદ કરવા થઇ ગયા હતા રાજી

અભિનેતા ગોવિંદા એક સમયમાં ઘણા મોટા અભિનેતા હતા. ફિલ્મો એકલા એમના દમ પર જ હિટ થઇ જતી હતી. મોટા મોટા ડાયરેકટર્સ એમની સાથે કામ કરતા હતા. ગોવિંદાએ એ સમયમાં બધી ટોચની અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. એમાંથી જ એક અભિનેત્રી હતી રાની મુખર્જી. એ સમયે અભિનેત્રી રાની મુખર્જીના અફેયર્સની ચર્ચા પણ ઘણી સામાન્ય હતી. એ દરમિયાન એક સમય એવો પણ હતો જયારે રાની મુખર્જી અને ગોવિંદાની રીયલ લાઈફ લવ સ્ટોરી મીડિયાની ચર્ચા થતી હતી. ગોવિદા એ પરિણીત હોવા છતાં રાની મુખર્જી સાથે અફેયર કરી હતી.તો બીજી તરફ બોલીવુડ ગોસીપના દીવાના એની જોરદાર મજા લેતા હતા. આ અફેરની આંચ ગોવિંદાના ઘર સુધી પહોંચી ગઈ હતી. એમની પત્ની સુનીતા અહૂજા પોતાના પતિના આ અફેયરથી હેરાન થઈને બાળકોને લઈને ઘર છોડીને ચાલી ગઈ હતી. આ કહાની શરુ થઇ હતી ફિલ્મ ‘હદ કર દી આપને’ દરમિયાન આ ફિલ્મમાં ગોવિંદા અને રાની મુખર્જી પહેલી વાર સાથે જોવા મળ્યા હતા.આ ફિલ્મમાં ગોવિંદા અને રાની મુખર્જી મુખ્ય પાત્રમાં હતા. આ બંને સિવાય નિર્મલ પાંડે, રિતુ શિવપુરી, જોની લીવર, પરેશ રાવલ પણ મુખ્ય પાત્રમાં હતા.ગોવિંદા અને રાની મુખર્જીની જોડી લોકોએ ઘણી પસંદ કરી હતી. ‘હદ કર દી આપને’ પછી આ બંને ‘પ્યાર દીવાના હોતા હે’ અને ‘ચલો ઈશ્ક લડાયે’ જેવી ઘણી ફિલ્મોમાં એક સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મો દરમિયાન આ બંનેની નિકટતા પણ વધવા લાગી હતી. આ બંનેના અફેયરની ચર્ચા દરેક અખબારની હેડલાઈન બનતી હતી. પરંતુ આ બંને એકબીજાને ફક્ત સારા મિત્રો જ કહેતા હતા. કહેવાય છે કે રાની મુખર્જી ગોવિન્દાને પ્રેમ કરવા લાગી હતી એ એની સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. જયારે ગોવિંદા પહેલેથી જ પરિણીત હતા અને બે બાળકોના પિતા હતા.આ ખબરો પછી એમની પત્ની સુનીતા એ એનાથી અલગ થવાનો નિર્ણય લઇ લીધો હતો. એ પોતાના બાળકોને લઈને ગોવિંદાનું ઘર છોડીને ચાલી ગઈ અને ગોવિંદા ફરીથી લાઈન પર આવવા લાગ્યા હતા કારણકે એ લગ્નજીવનને ખરાબ કરવા ઇચ્છતા ન હતા. તો બીજી તરફ એવું પણ કહેવાય છે કે ગોવિંદાની પત્ની સુનીતા એ રાની મુખર્જીને ફોન કરી ધમકી પણ આપી હતી. એ પછી બંનેએ એકબીજાથી દૂરી બનાવી લીધી હતી. અત્યારે તો અભિનેતા ગોવિંદા ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર છે. ગોવિંદા એ કેટલાક વર્ષો પહેલા ફિલ્મ આ ગયા હીરોથી વાપસી કરી હતી,પરંતુ કાઈ ખાસ ના કરી શક્યા. આ ફિલ્મના લેખકથી લઈને પ્રોડ્યુસર અને નિર્દેશક ખુદ ગોવિંદા જ બન્યા હતા.તો અભિનેત્રી રાની મુખર્જી વિષે વાત કરીએ તો એ બોલીવુડના જાણીતા ડાયરેક્ટર આદિત્ય ચોપડા સાથે લગ્ન કરી ખુશીથી જીવી રહી છે. રાની મુખર્જી આદિત્ય ચોપડાની બીજી પત્ની છે. આદિત્ય એ પોતાની પહેલી પત્ની પાયલને છુટાછેડા આપીને બીજા લગ્ન કર્યા હતા. એમણે પોતાના પરિવાર અને પિતા યશ ચોપડાની વિરુદ્ધ જઈને રાની સાથે લગ્ન કર્યા હતા.