આજકાલના જમાનામાં છોકરા અને છોકરીમાં કોઈ પણ ભેદ નથી. પહેલાના જમાનામાં લોકોનું એવું માનવું હતું કે છોકરીઓ જીવનમાં છોકરાથી આગળ ના વધી શકે. પહેલાના જમાનામાં છોકરીઓનું સ્કૂલે જવું, ભણવા લખવાનું સારું નહતું માનવામાં આવતું. છોકરીઓને ફક્ત ઘરના કામમાં જ ગણવામાં આવતી પરંતુ અત્યારે ઘણા ક્ષેત્રોમાં છોકરીઓ એવા કામ કરી રહી છે , જેનાથી માતાપિતાની સાથે સાથે દેશનું નામ પણ રોશન થઇ રહ્યું છે. એમાં ભાગલપુર જીલ્લાના સુલતાનગંજની શાલિનીએ ફક્ત ૨૧ વર્ષની રાજ્ય જ નહીં દેશનું નામ પણ ગર્વથી ઊંચું કરી દીધું છે.
તમને જણાવી દઈએ કે ૨૧ વર્ષની શાલિની ઝા ને વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની ગુગલે સોફ્ટવેર એન્જીનીયરના પદ પર કામ કરવાની તક આપી છે. ગુગલમાં પસંદ થવાવાળી શાલિની ભાગલપુર જીલ્લાની પહેલી દીકરી છે. ફક્ત ૨૧ વર્ષની શાલિનીને ગુગલએ ૬૦ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ આપ્યું છે. આ બિહારની દીકરીએ આટલી ઓછી ઉંમરમાં આટલી મોટી ઉપલબ્ધિ મેળવી છે, જેના લીધે ચારે તરફથી લોકો એના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે શાલિની ઝા ના પિતાનું નામ કામેશ્વર ઝા છે અને માતાનું નામ દિવ્યા ઝા છે. એમના પિતા ગેલવેનો ઇન્ડીયા પ્રાઈવેટ લીમીટેડમાં મેનેજર છે. અત્યારે તેઓ ભાગલપુરના સુલતાનગંજમાં રહે છે. શાલિની ઝા સ્વ. નાથેશ્વર ઝા ની પ્રપૌત્રી છે. તેઓ કૃષ્ણ નંદન હાઈ સ્કૂલના હેડ માસ્તર હતા અને એમના દાદા સ્વ.ઉમેશ્વર ઝા છે, તેઓ મુરારકા કોલેજથી રસાયણ વિભાગના અધ્યક્ષ હતા. માધુરી એમની દાદી છે. માધુરી ઝા નું મોસાળ મધેપુરા વોર્ડ નંબર ૨૦, સ્ટેશન રોડ પર છે. એમના નાના સ્વ. અમરનાથ ઝા ‘પન્ના બાબુ’ હતા.તેઓ ઝારખંડ વીજળી વિભાગના જીએમ હતા.

શાલિની ઇન્દિરા ગાંધી ટેકનીકલ યુનિવર્સીટી ફોર વુમેન, કાશ્મીરી ગેટ,દિલ્લીથી ઇલેકટ્રોનીકસ એન્ડ કમ્યુનિકેશન એન્જીનીયરીંગથી ભણી રહી છે અને હજી એ એન્જીનીયરીંગના છેલ્લા વર્ષમાં ભણી રહી છે. એમણે ૧૨ મુ ધોરણ મોડર્ન ઇન્ટરનેશનલ સ્કૂલ, વિજ્ઞાનથી દ્વારકા દિલ્લીથી પૂરું થયું અને ૯૬.૨ % લાવીને એ સ્કૂલની ટોપર રહી. એમણે ૧૦ મુ ધોરણ કેનેડી પબ્લિક સ્કૂલ, પાલમ કોલોની દિલ્લીથી કર્યું છે.

શાલિનીનું એવું કહેવું છે કે એ પોતાના પિતા કામેશ્વર ઝા ને પોતાની પ્રેરણા માને છે. એમણે કહ્યું કે એમના સંયમ અને ભણવા માટેનું સમર્પણ શાલિનીને સતત ગુણવત્તાપૂર્ણ શિક્ષાના બળ પર પોતાના અને પોતાના પરિવારનું નામ રોશન કરવા માટે પ્રેરિત કરી. શાલિનીના પિતાજીનું એવું કહેવું છે ભણવું એક તપસ્યા છે. જે આ તપસ્યા પૂરી નિષ્ઠા અને એકાગ્રતાથી કરી લે, એ જીવનમાં સુખી અને સંતુષ્ટ રહેશે.

શાલિનીએ જણાવ્યું કે એમની માં દિવ્યા ઝા, બહેન આકાંક્ષા ઝા, અને ભાઈ દેવેશ્વર ઝા એ દરેક પગલે એમની પર વિશ્વાસ રાખ્યો છે. એ સાથે જ એમણે એમની હિંમત પણ વધારી. શાલિની પોતાની આ સફળતામાં પોતાના બધા અધ્યાપકોની મહત્વની ભૂમિકા માને છે , જેમણે સમયે સમયે પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપ્યું છે.

શાલિની ઝા પોતાની આ સફળતાનો શ્રેય પોતાની દાદી માધુરી ઝા ને પણ આપે છે. એમણે જણાવ્યું કે એ હંમેશા કહે છે કે દીકરા તારે કાંઇક કરીને દેખાડવાનું છે. એમની દાદીએ હંમેશા શાલિનીનું મનોબળ વધાર્યું છે. શાલિનીનું એવું કહેવું છે કે દાદીના આશીર્વાદ, સ્નેહ, પ્રેમ અને સહયોગના લીધે એ આજે આ મુકામ સુધી પહોંચી શકી છે. એમના સમગ્ર પરિવારના સભ્યોએ પૂરો સહયોગ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે શાલિની ઝા ને કોલેજની કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ઓસ્ટ્રેલિયન સોફ્ટવેર કંપની અટલૈસ્સિયનથી ૫૧.૫ લાખનું પેકેજ મળ્યું. એમને ડાટા સ્ટોરેજ કંપની વેસ્ટર્ન ડીજીટલમાં ૨ મહિનાની ઇન્ટર્નશીપ કર્યા પછી પ્રી પ્લેસમેન્ટ ઓફર મળી પણ તેમ છતાં એ ઓફ કેમ્પસ પ્રયત્ન કરતી હતી, અને ગુગલમાં એમના કરિયર પોર્ટલ દ્વારા એપ્લાય કર્યું. ૭ રાઉન્ડ ઈન્ટરવ્યું થયા. ઈન્ટરવ્યુંનું પરિણામ આવ્યું અને એમના અનુભવ અને શિક્ષાના આધારે એમને ગુગલ ઇન્ડીયામાં સોફ્ટવેર એન્જીનીયરના પદ માટે ૬૦ લાખ વાર્ષિક પેકેજ આપવામાં આવ્યું. શાલિની નું એવું કહેવું છે કે એમણે હજી એમાં જોઈન નથી. બીટેક પૂરું કરીને ગુગલમાં સોફ્ટવેર એન્જીનીયરના પદ જોઈન કરશે.

શાલિનીએ કહ્યું છે કે એમનું બાળપણથી જ ભણવામાં ખૂબ જ મન લાગે છે. એમનું માનવું છે કે ક્યારેય પણ ભણવાનું કોઈના ડર અને દેખાડવા માટે ના કરવું જોઈએ ,પણ પોતાના માટે ભણવું જોઈએ. ૧૬ થી ૧૮ કલાક ધ્યાન લગાવ્યા વિના ભણવું એના કરતા વધારે સારું એ રહેશે કે ફક્ત ૧૦ કલાક જ ધ્યાનથી ભણવું. એમણે ઈન્ટરનેટ નેટવર્કિંગ સાઈટ્સ પર લીમીટેડ સમય આપવાની વાત પણ કહી છે.
શાલિનીનું કહેવું છે કે હંમેશા વ્યક્તિએ સારા લોકોની મિત્રતા કરવી જોઈએ. એનાથી વ્યક્તિત્વમાં નિખાર આવે છે. એમનું કહેવું છે કે શિક્ષા મેળવવાની કોઈ ઉંમર નથી હોતી અને વ્યક્તિએ હંમેશા ભણતા રહેવું જોઈએ સારા પુસ્તકો વાંચવા જોઈએ. એમનું કહેવું છે કે ક્યારેય પણ અસફળ થાઓ તો એવી સ્થિતિમાં જરાય ના ઘબરાવવું જોઈએ ,પણ કમીને દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ. એમણે કહ્યું કે અસફળતા જ પહેલી સીડી હોય છે. એમણે અસફળતા મેળવ્યા પછી જુ ઉત્તમ મુકામ મેળવ્યો છે.