ઘરના મુખ્ય દરવાજે ગણેશજીની પ્રતિમા, શુભ-લાભ અને સ્વસ્તિકનું ચિન્હ જરૂર લગાવતા હોય છે. કોઈ પણ ઘરમાં મુખ્ય દરવાજો ઘણું મહત્વ ધરાવે છે. જોકે આ જ રસ્તેથી સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જાનો પ્રવેશ થાય છે. ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવેશથી વ્યક્તિને માનસિક અને આર્થિક સમસ્યાઓ ઉઠાવવી પડે છે. તો સકારાત્મક ઉર્જા આવવાથી ઘરે શાંતિ રહે છે. જો તમે પણ ઘરના મુખ્ય દરવાજે ગણેશજીની મૂર્તિ કે તસ્વીર લગાવી છે તો કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
સિંદુરી રંગના ગણેશજી
ઘરે સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે સિંદુરી રંગના ગણેશજી રાખવા ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજે ગણપતિની એવી મૂર્તિ હોવાથી બધી જ પ્રકારની મનોકામના પૂરી થાય છે.
ઘરના મુખ્ય દ્વારે ગણેશજીનો ફોટો
ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીનો ફોટો લગાવેલો હોય તો દરવાજાની બીજી અને એકદમ એજ જગ્યાએ બીજો ગણેશજીનો ફોટો એવી રીતે લગાવો કે બંને ફોટાની પીઠ મળેલી હોય.
બેઠેલી અવસ્થામાં
ઘરમાં ગણેશજીની મૂર્તિ અથવા ફોટો બેઠેલી અવસ્થામાં હોવી જોઈએ. એનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
મુખ્ય દરવાજે સ્વસ્તિક
મુખ્ય દરવાજે સ્વસ્તિક, ૐ , શ્રીગણેશ જેવા શુભ ચિન્હ લગાવવા જોઈએ.
સાફસફાઈ રાખો
જો ઘરના મુખ્ય દરવાજે ગણેશજીની મૂર્તિ લગાવેલી છે તો દરવાજાની આસપાસ હંમેશા સાફસફાઈ રાખો. ઘરના મુખ્ય દરવાજે કચરો કે ગંદગી જરા પણ ના હોવી જોઈએ. સાફ સુથરી જગ્યાએ હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.