74 પૈસામાં 1 KM ચાલશે ગાડી! બસ કરી લો આ નાનકડો એક ફેરફાર પછી જુઓ કમાલ

ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધતાં જ જઇ રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં લોકો CNG કાર તરફ વળ્યાં છે. આ એક ફેરફાર કરાવવાથી કાર 74 પૈસામાં 1 કિમી ચાલશે.

લોકોએ પેટ્રોલના વધતાં જતા ભાવથી કંટાળીને ઇલેક્ટ્રોનિક ગાડીઓ ખરીદવાનું શરૂ કરી દીધું છે. વર્ષ 2025 સુધી ટાટાનું કુલ વેચાણ 25% વધી જશે. દેશમાં સૌથી વધારે વેચાઇ હોય તે કાર ટાટા નેક્સન ઇવીની એક્સ શોરૂમ કિંમત 14 લાખથી શરૂ થાય છે.


પેટ્રોલ ડિઝલ કારને કરાવો કનવર્ટ

ઇલેક્ટ્રીક કાર મોંઘી તો છે પરંતુ તેનાથી બચવાનો પણ એક ઉપાય છે. તમે પોતાની પેટ્રોલ કે ડિઝલ કારને ઇલેક્ટ્રીક કારમાં કનવર્ટ કરાવી શકો છો. સાથે જ આ કારની વોરંટી પણ આપે છે.

કેવી રીતે કરાવશો કનવર્ટ

આ પ્રકારનું કામ કરનારી મોટા ભાગની કંપનીઓ હૈદરાબાદમાં છે. તેમાં ઇટ્રાયો અને નોર્થવેMS બે મેઇન કંપનીઓ છે. આ કંપની કોઇ પણ કારને ઇલેક્ટ્રીક કારમાં કનવર્ટ કરી દે છે. તમે આ કંપનીઓની ઓફીશ્યલ વેબસાઇટ પર જઇને સંપર્ક કરી શકે છો. આ કંપનીઓ ઇલેક્ટ્રીક કાર પણ વેચે છે.


કેટલો ખર્ચ આવશે?

કોઇ પણ કારને ઇલેક્ટ્રીક કારમાં કનવર્ટ કરવા માટે મોટર કંટ્રોલર, રોલર અને બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. કારમાં આવનાર ખર્ચ તમારી કાર પ્રમાણે આવશે. ઓવરઓલ ખર્ચો 5 લાખ રૂપિયા થઇ શકે છે.

માઇલેજ

કારની રેન્જ તે વાત પર ડિપેન્ડ કરે છે કે તેમાં કેટલા કિલોવોટની બેટરી લગાવવામાં આવી છે. જેમકે કારમાં 12 કિલોવોટની બેટરી છે તો આ કાર ફૂલ ચાર્જ કરવા પર 70 કિમી ચાલશે. 22 કિલોવોટની બેટરી હશે તો 150 કિમી ચાલશે.

જ્યારે પણ વાત બદલાવની આવે ત્યારે મોટાભાગના લોકો ડરતાં હોય છે પરંતુ જો તમે તમારાથી જ શરૂઆત કરો છો તો બીજા લોકો પણ તમને અનુસરશે અને બાદમાં દેશમાં અને સમાજમાં એક મોટો બદલાવ આવશે. આજે જ તમે તમારી કારમાં આ એક ફેરફાર કરાવી દો જેથી ઓછા પૈસામાં ઘણુબધુ ફરી શકશો અને ફાયદો થશે.