ગરુડ પુરાણ અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે કે જેને જોવાથી વ્યક્તિને ખુબ પુણ્ય મળે છે. તેમાં ગાયનું દુધ, ગૌમૂત્ર વગેરે સામેલ છે. ગૌશાળા અને મંદિર જવા જેટલુ પવિત્ર માનવામાં આવ્યું છે.
ગરુડ પુરાણમાં મૃત્યુ અને મૃત્યુ પછીના જીવન વિશે જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત તે પાપ-પુણ્ય અને દેવતાઓની કૃપા સાથે એક સારા જીવનની જીંદગી પણ જણાવે છે. કેટલીક વસ્તુઓને જોવાથી માતા લક્ષ્મી થઇ જાય છે પ્રસન્ન અને તમારા ઘરમાં હંમેશા રહે છે.
ગાયનું દૂધ
ગાયનું દૂઘ માત્ર સ્વાસ્થ્ય માટે નહી પરંતુ ગરુડ પુરાણ અનુસાર ગાયનું દૂધ જોઇ લેવાતી વ્યક્તિને ખુબ જ પુણ્ય મળે છે અને સવાર સવારમાં ગાયનું દૂધ જોવાથી ખુબ ફાયદો થાય છે.
ગૌશાળા
ગાયોને રાખવાના સ્થાન એટલે કે ગૌશાળાને જોવાથી ખુબ પુણ્ય મળે છે. ગૌશાળા બનાવનારને મંદિરનું નિર્માણ કરવા જેટલુ પુણ્ય મળે છે.
ગૌમૂત્ર
ગૌમૂત્રનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે, તેમજ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગૌમૂત્રમાં ગંગાનો વાસ હોય છે તેથી તેને જોઈ લેવાથી ઘણું પુણ્ય મળે છે.
ધૂળ
કહેવામાં આવે છે કે ગાયના પગ તીર્થ સમાન હોય છે માટે ગાયે જે જમીન ખોતરી હોય કે ખોદી હોય તે માટીને જોવાથી પણ તમને પુણ્ય મળે છે.