ચાંદીની વીંટીમાં સાચો મોતી પહેરવાથી ખુલી જાય છે નસીબના બંધ દરવાજા, આ રીતે ઓળખો સાચા ખોટા મોતીને…

હિન્દૂ ધર્મમા જ્યોતિષ શાસ્ત્રોને વધારે મહત્વ આપવામાં આવે છે. આ જ્યોતિષ શાસ્ત્રો જીવનની બધી સમસ્યાથી છુટકારો આપવાનો દાવો કરે છે. જ્યોતિષ શાસ્ત્રોમાં ગ્રહોની શાંતિ માટે અને તમારા સારા ભાગ્ય માટે ઘણા બધા ઉપાયો આપવામાં છે. જ્યોતિષ શાસ્ત્રમાં રત્ન શાસ્ત્રનું ઉલ્લેખ પણ કરવામાં આવ્યું છે. રત્નોને અંગૂઢિ અથવા માળાના રૂપમાં પેરવાની સલાહ આપવામાં આવે છે અને આવું કરાવથી તમારી કુંડળીમાં રહેલા ગ્રહ દોષ દૂર થાય છે.



ઘણા બધા લોકો જ્યોતિષ લાભ માટે પણ મોતીને ગ્રહણ કરતા હોય છે. મોતી ચંદ્રનો રત્ન છે. જયારે કુંડળીમાં ચંદ્ર દોષ હોય છે ત્યારે મોતીને ગ્રહણ ધારણ કરવામાં આવે છે અને આવું કરવાથી તમારું મન શાંત રહે છે. કર્ક જાતિ વાળા લોકોએ મોતી ધારણ કરવાથી અત્યંત ફાયદો થાય છે. મોતી ધારણ કરવામાં માટે આપણે મોતી લેતા સમય ભૂલ કરતા હોય છે.

આજ કાળ બજારમાં લોકોને બેવકૂફ બનાવીને ખોટા મોતી વેચવાની રમત વધારે ચાલે છે, એટલે બની શકે કે તમે બજારમાંથી ખોટો મોતી લઈ આવો. આવી પરિસ્થિતિમાં આજે તમને સાચા મોતીને ઓળખવા માટેનો ઉપાય બતાવીશું, પણ એની પહેલા મોતી પહેરવાના ફાયદાઓ જોઈએ.

મોતી ધારણ કરવાના ફાયદાઓ


  1. જો તમારી આર્થિક સ્થિતિ કમજોર છે તો તમારે મોતીને જરૂરથી ધારણ કરવો જોઈએ.
  2. જો તમને ખુબ ગુસ્સો આવતો હોય તો તમારે મોતી ધારણ કરવો જોઈએ.
  3. જો તમે વારંવાર બીમાર પડો છો, તો તમારે મોતીને પહેરવાનું ચાલુ કરવું જોઈએ.
  4. જો તમને સંતાનનું સુખ મળતું નથી, તો તમને મોતી ધારણ કરવો લાભકારી થઈ શકે છે.

આ રીતે કરો મોતીને ધારણ



મોતી ધારણ કરવાનો એક સાચો દિવસ અને સાચી રીત હોય છે. મોતી ધારણ કરવાથી થતા વધારે લાભ માટે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. મોતીને શુલ્ક પક્ષના કોઈપણ સોમાવારે પેહરી શકો છો. મોતીને ખાલી ચાંદીની અંગૂઢિમાં જ પહેરવો જોઈએ. મોતીને ધારણ કરતા પહેલા મોતીને દૂધ, દહીં, ઘી, મધ અને તુલસીના પાનથી શુદ્ધ કરવાનું ભૂલવું નહિ. આ કર્યા પછી મોતીને ગંગાજળથી સાફ કરવો જોઈએ.

આ રીતે થાય છે સાચા મોતીની ઓળખ



મોતીનો સંપૂર્ણં લાભ ત્યારે જ મળે છે જયારે મોતી સાચો હોઈ છે. જયારે પણ બજારમાં મોતી લેવા જાઓ તો સાથે ચોખા લઈને જવું. મોતીને ચોખાના દાણા પર ઘસવાથી મોતીની ચમક વધી જાય છે. અગર આવું થાય તો તમારો મોતી સાચો છે અને અગર ચોખા સાથે ઘસવા પછી ચમક ફીકી પડી જાય છે તો મોતી ખોટો છે.