અંધ માતા-પુત્રની વ્હારે આવ્યું ગામ, પરિવારની જેમ કરે છે સેવા, જાણીને બોલી ઉઠશો વાહ

તમે સાંભળ્યુ હશે કે બાળકોની દેખરેખ માતા પિતા કરે અને માતા પિતાની દેખરેખ બાળકો કરે પરંતુ આજે એક એવી કહાણી વિશે તમને જણાવીશું જ્યાં એક અંધ માતા અને પુત્રની સેવા ગામના લોકો કરી રહ્યાં છે.

દિલ્હી પાસે આવેલા એક ગામમાં એક પરિવાર એવો છે જેમાં માતા અને પુત્ર જ રહે છે અને બંને અંધ છે. આ પરિવારનું ભરણ પોષણ ગામના લોકો કરે છે.

ઘરમાં કોઇ એવું નથી જે આ માતા પુત્રને કમાઇને ખવડાવી શકે માટે ગામના લોકો જ મહિનાનું કરિયાણુ અને ભથ્થુ આપે છે જેથી આ માતા પુત્રને ભૂખે ન મરવુ પડે. વૃદ્ધાના પતિ જીવતા હતા ત્યારે તે એકલા કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના મૃત્યુ બાદ પરિવાર નોંધારો થઇ ગયો હતો અને બે ટંક ખાવા માટે પણ ફાંફા મારતો હતો.

12 વર્ષ પહેલા વૃદ્ધાના પતિનું મોત થઇ ગયુ હતુ અને 2 વર્ષ પહેલા વૃદ્ધાની આંખમાં તકલીફ થવાથી તેમને પણ દેખાવાનું બંધ થઇ ગયુ હતુ. પુત્ર તો જન્મજાત જ અંધ છે જેથી ગામના લોકો તેમનો સહારો બન્યા છે.

આ માતા પુત્રને ગામના લોકો બધી રીતની સુવિધા પુરી પાડે છે. જ્યારે એક વ્યક્તિને આ માતા પુત્ર વિશે જાણ થઇ ત્યારે 150 કિમી દુરથી તે મદદ કરવા માટે આવી ગયો હતો. આ પરિવારને કરિયાણુ આપવાની જવાબદારી લીધી અને આ અંધ માતા પુત્રએ તેમને ખુબ આશીર્વાદ આપ્યા હતા.

ભારતમાં ઘણા આવા લોકો છે જેમને ખરેખર મદદની જરૂર છે અને તેમને આપણે મદદ કરવી જ જોઇએ. કારણકે આપણે 500 રૂપિયાના પિઝ્ઝા મંગાવીને ન ભાવે તો ફેંકી દેતા હોઇએ છીએ બસ તે 500 રૂપિયા કોઇ જરૂરિયાતમંદના કામ લાગે તો આશીર્વાદ મળે છે.