મિત્રતા દુનિયામાં સૌથી ઉત્તમ સંબંધ માનવામાં આવે છે , જે ખૂનનો નહીં પણ વિશ્વાસનો હોય છે. સાચી મિત્રતા જીવનભર રહે છે. મિત્રતા એક અનમોલ સંબધ છે, જેના જેવું બીજું કોઈ નથી હોતું. એમ જોઈએ તો વ્યક્તિ પોતાના સમગ્ર જીવનમાં ઘણા સંબંધ નિભાવે છે, પરંતુ મિત્રતાનો સંબંધ જન્મથી નથી હોતો અને ના લગ્ન પછી થાય છે. આ સંબંધ અતૂટ વિશ્વાસ અને પ્રેમથી આવે છે. ઘણીવાર આપણે બધા એ મિત્રતાની ઘણી કહાનીઓ સાંભળી હશે. પરંતુ આજે અમે તમને બોલીવુડના બે એવા દિગ્ગજ અભિનેતાઓની મિત્રતા વિષે જણાવવાના છે, જેમણે એક જ દિવસે દુનિયાને અલવિદા કહ્યું અને બંનેની બીમારી પણ એક જેવી જ હતી.
જયારે પણ હિન્દી સિનેમા જગતના મશહૂર અને દિગ્ગજ અભિનેતાઓની વાત આવે છે તો લોકોના મોઢે દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્ના અને ફિરોજ ખાનનું નામ સૌથી પહેલા આવે છે. ફિરોજ ખાન અને વિનોદ ખન્ના પોતાના સમયમાં એક એવા અભિનેતા હતા, જેમણે પોતાના ઉત્તમ અભિનયના બળ પર લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી હતી. આ બંને એક સારા અભિનેતા હોવાની સાથે સાથે જીગરી મિત્રો પણ હતા, અને એમની મિત્રતાનો ઉલ્લેખ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે.

વિનોદ ખન્ના અને ફિરોજ ખાનએ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પડદા પર આ બંનેની જોડીને લોકો દ્વારા ખૂબજ પસંદ કરવામાં આવી હતી. એ સિવાય હકીકતમાં પણ લોકો આ બંનેની જોડી પસંદ કરતા હતા. આ બંને દિગ્ગજ અભિનેતાઓએ ઘણી ફિલ્મોમાં ઉત્તમ કામ કર્યું, જેમાંથી ઘણી સુપરહિટ ફિલ્મો શામેલ છે. વિનોદ ખન્ના અને ફિરોઝ ખાને પોતાના શાનદાર અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું.

જણાવી દઈએ કે વર્ષ ૧૯૭૪ માં ‘શંકર શંભુ’ ફિલ્મ રિલીજ થઇ હતી અને આ ફિલ્મમાં ફિરોજ ખાન અને વિનોદ ખન્નાની જોડીને લોકો ખૂબજ પસંદ કરી હતી. એ પછી વર્ષ ૧૯૮૦ માં ફિરોજ ખાન અને વિનોદ ખન્નાની ફિલ્મ ‘કુર્બાની’ આવી અને આ ફિલ્મે બધાનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મમાં ફિરોજ ખાન અને વિનોદ ખન્ના સિવાય અમરીશ પુરી, અમજદ ખાન, જીનત અમાન, કાદર ખાન, શક્તિ કપૂર અને અરુણા ઈરાની જેવા મશહૂર કલાકાર જોવા મળ્યા હતા. એટલું જ નહીં,આ ફિલ્મે જોરદાર કમાણી પણ કરી હતી. આ ફિલ્મ ૧૨ કરોડનો બિજનેસ કરવામાં સફળ રહી હતી.

ફિરોજ ખાન અને વિનોદ ખન્નાની એક અન્ય ફિલ્મ ૧૯૮૮ માં ‘દયાવાન’ આવી હતી. જેમાં આ બંનેને સાથે કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મ ફિરોજ ખાને જ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિત મુખ્ય પાત્રમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ ગમી હતી.

તમને જણાવી દઈએ કે ફિરોજ ખાન અને વિનોદ ખન્નાની જોડીને પડદા પર લોકો ખૂબ જ પસંદ કરતા હતા. હકીકતમાં પણ આ બંનેની જોડી શાનદાર રહી પણ જયારે આ બંને એ સાથે દમ તોડ્યો હતો, તો સૌ કોઈ હેરાન રહી ગયા હતા. ફિરોજ ખાન અને વિનોદ ખન્નાનું મોત કેન્સરને લીધે થયું હતું. ફિરોજ ખાનને ફેફસાનું કેન્સર હતું, તો વિનોદ ખન્નાને બ્લડ કેન્સર હતું. ફિરોજ ખાન ૨૭ એપ્રિલ ૨૦૦૯ ના દુનિયાને અલવિદા કહી ગયા , તો વિનોદ ખન્નાનું નિધન ૨૭ એપ્રિલ ૨૦૧૭ થયું હતું. આ બંનેના મોતનું કારણ પણ એક જ રહ્યું અને તારીખ પણ એક જ રહી.