એરાવતેશ્વર મંદિર, દ્રવિડ વાસ્તુકળાનું એક હિન્દૂ મંદિર છે જે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં કુંભકોણમ પાસે દારાસુરમ માં આવેલ છે. આ મંદિર યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર છે. આ હિન્દૂ મંદિર છે જે દક્ષિણ ભારતની ૧૨ મી સદીમાં રાજરાજા ચોલ દ્વિતીય દ્વારા બનાવાયું હતું. ૧૨ મી સદીમાં રાજા ચોલ દ્વિતીય દ્વારા નિર્મિત આ મંદિરને તંજાવુરના બૃહદીશ્વર મંદિર અને ગાંગેયકોંડા ચોલાપુરમના ગાંગેયકોંડાચોલીશ્વરમ મંદિર સાથે યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર સ્થળ બનાવાયું છે, આ મંદિરોને મહાન જીવંત ચોલ મંદિરોના રૂપમાં ઓળખવામાં આવે છે.
પૌરાણિક કથા
એરવતેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન શિવને અહિયાં એરાવતેશ્વરના રૂપમાં ઓળખવામાં આવે છે કારણકે આ મંદિરમાં દેવતાઓના રાજા ઇન્દ્રના સફેદ હાથી એરાવતદ્વારા ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી.
કહેવાય છે કે મૃત્યુના રાજા યમે પણ અહિયાં શિવની પૂજા કરી હતી. પરંપરા અનુસાર યમ ,જે કોઈ ઋષિના શાપ ને લીધે આખા શરીરની બળતરાથી પીડિત હતા, એરાવતેશ્વર ભગવાન દ્વારા ઠીક કરી દેવામાં આવ્યા. યમે પવિત્ર તળાવના સ્નાન કર્યું અને પોતાની બળતરાથી છુટકારો મેળવ્યો. ત્યારથી આ તળાવ યમતીર્થમથી ઓળખાય છે.
મંદિરની બનાવટ
આ મંદિર કળા અને સ્થાપત્ય કળાનો ભંડાર છે અને એમાં પથ્થરો પર શાનદાર નક્કાશી જોવા મળે છે. મંદિરની દરેક વસ્તુ એટલી ખૂબસૂરત અને આકર્ષક છે કે એ જોવા માટે સમયની સાથે સાથે સમજણ પણ જોઈએ. પથ્થરો પર કરવામાં આવેક નક્કાશી ખૂબ જ શાનદાર છે. એવું માનવામાં આવે છે કે મંદિરને મનોરંજન માટે બનાવવામાં આવ્યું હતું.
જોકે આ મંદિર બૃહદીશ્વર મંદિર કે ગાંગેયકોંડાચોલીશ્વરમ મંદિરથી ઘણું નાનું છે, પરંતુ વિસ્તારમાં વધારે ઉત્તમ છે. એવું એટલા માટે કારણકે કહેવાય છે કે આ મંદિર નિત્ય વિનોદ ,’સતત મનોરંજનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું’.

મંદિરના સ્તંભ ૮૦ ફીટ ઊંચા છે. સામે મંડપનો દક્ષિણી ભાગ પથ્થરના મોટા પૈડાવાળા વિશાળ રથના રૂપમાં છે જેને ઘોડા ખેંચી રહ્યા છે. આંગણાના પૂર્વમાં નક્કાશીદાર ઈમારતોનો સમૂહ છે. જેમાંથી એક બલીપીટ કહેવાય છે એટલે કે બલી આપવાનું સ્થાન. બલીપીટની ખુરશી પર એક નાનું મંદિર છે જેમાં ગણેશની છવિ છે.

ચૌકીનાં દક્ષિણ તરફ શાનદાર નક્કાશી યુક્ત ૩ સીડીઓનો સમૂહ છે, ચરણો પર પ્રહાર કરતા અલગ અલગ ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ એ જ સીડીઓ છે જેની પર પગથી હળવી ઠોકર લાગતા જ સંગીતનો અવાજ નીકળે છે.

મંદિરના આંગણાના દક્ષિણ પશ્ચિમી ખૂણામાં ૪ તીર્થવાળો એક મંડપ છે. જેમાંથી એક પર યમની છવિ બની છે. આ મંદિરની આસપાસ એક વિશાળ પથ્થરની શીલા છે જેની પર સપ્તમાતાઓની (સાત આકાશીય દેવીઓ) આકૃતિઓ બની છે.