રાની પદ્માવતી જોહર કુંડ પાસે જતા આજે પણ લોકો 3 વાર કરે છે વિચાર, શું આજે પણ ત્યાં સંભળાય છે તેની ચીખો…

રાજસ્થાનનો ઇતિહાસ અને સંસ્કૃતિ ખૂબ સમૃદ્ધ છે. રાજસ્થાનમાં જોવા માટે ઘણા શહેરો છે જ્યાં કિલ્લાઓ અને ઐતિહાસિક સ્થળો એક અલગ જ કેહતા જોવા મળે છે. રાજસ્થાનનો ચિતોડ કિલ્લો પણ એ ઐતિહાસિક સ્થળોમાંથી જ એક છે જ્યાં રાણી પદ્માવતિનો જૌહર કુંડ છે, પરંતુ આજે પણ કોઈ આ તળાવ પાસે જવાની હિંમત કરતું નથી. આની પાછળનું કારણ જાણવા માટે આ આખો લેખ ધ્યાનથી વાંચો જેથી તમને ખબર પડે કે લોકોનું આ જૌહર કુંડ પાસે નહિ જવા પાછળ શું કારણ છે. તો ચાલો જોઈએ.

આ જૌહર કુંડની દીવાલો આજે પણ જ્વાલાથી સળગથી હોય એવું લાગે છે. આ જૌહર કુંડમાં ઘણા બધા રહસ્ય દફન છે. લોકોનું એવું માનવું છે કે અહીં નકારાત્મક શક્તિઓ મોજુદ છે. ઇતિહાસમાં ભાગ્યે જ રાણી પદ્માવતિ જેવી કોઈ બીજી રૂપવતી અને બહાદૂર સ્ત્રી હશે. રાણી પદ્માવતિ રાજા ગાંધર્વ અને સિંધલ પ્રદેશની રાણી ચંપાવતીની પુત્રી હતી.

રાણી પદ્માવતિ ખુબ જ ખૂબસૂરત હતી પણ રાણી પદ્માવતિની ખૂબસૂરતી જ તેની દુશ્મન બની ગઈ હતી. તેના લગ્ન ચિતોડના રાજા રતન સિંહ સાથે થયા હતા. રાજા રતન સિંહ પણ ખૂબ બહાદુર હતા. અલાઉદ્દીન ખિલજી રાજા રતન સિંહની સાથે લડ્યા અને બદલામાં રાણી પદ્માવતિની માંગ કરી હતી. આ કારણથી રાજા રતન સિંહએ અલાઉદ્દીન ખિલજીની સાથે યુદ્ધ કર્યુ હતુ અને અલાઉદ્દીન ખિલજીએ રાજા રતન સિંહને છેતરપિંડીના આધારે રતન સિંહને હરાવી દીધા હતા.

અલાઉદ્દીન ખિલજીએ તેના પિતાને પણ સત્તાની લાલચમાં જેલમાં પુરી દીધા હતા. અલાઉદ્દીન ખિલજીએ રાજા રતન સિંહને છેતરપિંડીની મદદથી માર્યા હતા. જયારે આ વાતના સમાચાર રાણી પદ્માવતિને મળી ત્યારે તેણે બીજા લોકોની સાથે-સાથે પોતે પણ જૌહર કરી લીધું હતું. રાણી પદ્માવતિ સૌથી પહેલા આ અગ્નિ કુંડમાં કૂદી પડ્યા કારણે કે રાણી પદ્માવતિ જાણતી હતી કે તેને પોતાનો ધર્મ પરિવર્તન કરવો પડશે અને ઇસ્લામ ધર્મને અપનાવો પડશે. રાણી પદ્માવતિ અલાઉદ્દીન ખિલજી જેવા કપટી માણસની હાથમાં આવા ઇચ્છતી નોહતી અને આ કારણથી રાણી પદ્માવતિ બીજા બધા લોકોની સાથે અગ્નિ કુંડમાં કૂદી ગઈ હતી.

ત્યાંના લોકોનું માનવું છે કે હાલના સમયમાં પણ એ અગ્નિ કુંડમાંથી લોકોની ચીસો પાડવાનો આવાજ આવે છે અને આ કારણથી ત્યાં લોકો આ જગ્યા પર જવાંથી દરે છે. લોકોનું એવું માનવું છે કે રાણી પદ્માવતિના આ જૌહર કુંડ આજુબાજુ નકારાત્મક શક્તિનો પ્રભાવ છે. હવે આ વાત તો કેટલી સાચી છે એ તો જૌહર કુંડની આજુબાજુ રહેવાવાળા લોકો જ કઈ શકે છે.