બોલીવુડના દબંગ સલમાન ખાને ૨૭ ડિસેમ્બરના રોજ પોતાના ૫૬ માં જન્મદિવસની ઉજવણી કરી છે. સલમાન ખાન એક લાંબ સમયથી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. પોતાના આ લાંબા કરિયરમાં ઘણા કલાકારો એમના મિત્ર બન્યા તો ઘણા કલાકારોએ એમની સાથે દુશ્મની વહોરી લીધી. આજે અમે તમને એ કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છે, જેને સલમાન ખાન જરાય પસંદ નથી કરતા.
વિવેક ઓબેરોય
ઐશ્વર્યા સાથે સલમાન ખાનના મતભેદ પછી ઐશના જીવનમાં વિવેક ઓબેરોયનો પ્રવેશ થયો હતો. જે એ સમયે સાથીયા જેવી ફિલ્મની સફળતાથી સાતમા આસમાને હતા. સલમાન ખાનના વિરુદ્ધ વિવેક ઓબેરોયએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને એમની પર ધમકાવવાના આરોપ લગાવ્યા હતા. આ જગડો ઘણો વધી ગયો હતો. એ પછી આજ સુધી સલમાન ખાન વિવેક ઓબેરોયને જોતા જ મોં ફેરવી લે છે.
અનુરાગ કશ્યપ
આ વાત બહુ ઓછા લોકો જાણે છે પણ અનુરાગ કશ્યપ સલમાન ખાન સ્ટારર ‘તેરે નામ’ કા નિર્દેશન કરવાના હતા. અનુરાગ સલમાનને યુપીના છોકરાની ભૂમિકામાં નહતા લેવા ઇચ્છતા, કારણકે એમને લાગ્યું કે એ આ ભૂમિકા માટે યોગ્ય નથી, પણ ફિલ્મના નિર્માતા સલમાનને કાસ્ટ કરવા ઇચ્છતા હતા. અનુરાગે આ ફિલ્મ માટે સલમાનને છાતી પર વાળ ઉગાવવા માટે કહ્યું. એની પર સલમાન ખાનનો પારો સાતમાં આસમાને ચડી ગયો હતો. આ ઘટના પછી અનુરાગ કશ્યપની આ ફિલ્મથી છૂટી થઇ ગઈ હતી.
અરિજિત સિંહ
અરિજિત સિંહ અને સલમાન ખાન એક એવોર્ડ શો માં આપસમાં લડી પડ્યા હતા. જયારે સલમાન એક એવોર્ડ શો માં એન્કરિંગ કરી રહ્યા હતા, એમણે અરિજિતને સુવડાવી દેનાર ગાયક કહ્યો હતો. અરિજિત સિંહે પણ એની પર એને સખ્ત જવાબ આપ્યો હતો. એ સમયથી અરિજિત સિંહ સલમાન ખાનના દુશ્મનની શામેલ થઇ ગયા હતા.
ઐશ્વર્યા રાય બચ્ચન
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન વિષે તો આખી દુનિયા જાણે છે. એ બંને દોસ્તો નથી , એ વિષે તો બધાને ખબર છે. સલમાન ખાનથી બ્રેક અપ પછી અભિનેત્રીએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા. એ પછી સુપરસ્ટાર સલમાન ખાને ક્યારેય અભિનેત્રી તરફ ના જોયું. આ કલાકારો ક્યારેય એકબીજા સાથે ટકરાતા નથી.
પ્રિયંકા ચોપડા
દેશમાં દેસી ગર્લના નામે મશહૂર અભિનેત્રી પ્રિયંકા ચોપડા એ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારતની શુટિંગ શરુ થયાના થોડા દિવસ પહેલા જ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. અભિનેત્રીએ પોતાની લગ્નનો હવાલો આપતા આ ફિલ્મ છોડી હતી. એ પછી સલમાન ખાન અને પ્રિયંકા ચોપડાની દોસ્તી પણ તૂટી ગઈ હતી.
રણબીર કપૂર
જયારે રણબીર કપૂરે કેટરીના કૈફને ડેટ કરવાનું શરુ કર્યું, તો સલમાન ખાન અને એ આમને સામને હતા. એવું કહેવાય છે કે બંને વચ્ચે ઝગડો થયો હતો. જેમાં સલમાન ખાને એને જોરદાર તમાચો મારી દીધો હતો. સલમાન ખાન અને રણબીર કપૂરની આ લડાઈ એ સમયે ત્યાં હાજર સંજય દત્તે ખત્મ કરાવી હતી. એ ઘટના પછી સલમાન ખાન અને રણબીર કપૂર ક્યારેય એકબીજાની સામે નાં આવ્યા. આ ઘટનાનો ઉલ્લેખ સલમાન ખાને બહેન અર્પિતાના લગ્નમાં પણ કર્યો હતો.
અભિનવ કશ્યપ
નિર્દેશક અનુરાગ કશ્યપના ભાઈ અભિનવ કશ્યપ એ પણ સલમાન અને એમના પરિવાર પર એમનું કરિયર બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો