આ ખૂબસૂરત છોકરીના મર્ડરમાં ૫૦૦ લોકોએ કબૂલ્યો હતો ગુનો, પરંતુ ૭૪ વર્ષ વર્ષ પછી પણ ના થઇ કોઈને સજા

આજે અમે એક એવી મર્ડર હિસ્ટ્રી વિષે જણાવવા જઈ રહ્યા છે, જેની કહાની વાંચીને તમને નવાઈ લાગશે. વર્ષ ૧૯૪૭ માં અમેરિકાના લોસ એન્જેલસમાં એક ખૂબસૂરત છોકરીને ખૂબ જ નિર્દયતાથી મોતના ઘાટ ઉતારી દીધી હતી. આ ખૂબસૂરત છોકરીને બે ટુકડામાં કાપીને એનું મર્ડર કરી દેવામાં આવ્યું હતું.
તમને જાણીને નવાઈ લાગશે કે આ છોકરીની હત્યામાં આજ સુધી ૫૦૦ થી વધારે લોકો પોતાના માથા પર ગુનો લઇ ચુક્યા છે, પરંતુ ૭૪ વર્ષ પછી પણ પોલીસ હત્યાના અસલી અપરાધીને નથી પકડી શકી અને ના અસલી અપરાધીને સજા અપાવી શકી, એટલે સુધી કે પોલીસ એ પણ જાણવામાં સફળ નથી થઇ શકી કે છોકરીની હત્યા આખરે કેમ કરવામાં આવી?

હોલીવુડ ફિલ્મોમાં અભિનેત્રી બનવા ઇચ્છતી હતી એલીઝાબેથ

‘દ ગાર્ડિયન’ ના રીપોર્ટ અનુસાર, ૨૯ જુલાઈ ૧૯૨૪ ના મૈસાચુસેટસના બોસ્ટનમાં એલીઝાબેથ શોર્ટ નામની એક ખૂબસૂરત છોકરીનો જન્મ થયો હતો. એનું ઉપનામ ‘બ્લેક ડાહલીયા’ હતું. ઓછી ઉંમરથી જ શોર્ટ ફિલ્મો સાથે પ્રેમ હતો. જ્યારે એ મોટી થઇ તો એ અભિનેત્રી બનવાનું સપનું જોવા લાગી. વર્ષ ૧૯૪૦ માં ૧૬ વર્ષની ઉંમરમાં એ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આવીને રહેવા લાગી. ત્યાં એને હોલીવુડ ફિલ્મોમાં કામ કરવા માટે એક તકની રાહ હતી.


ભયાનક છે મોતની કહાની

જ્યાં સુધી એલિઝાબેથને કામ ના મળ્યું, ત્યારે એણે વેટ્રેસના રૂપમાં કામ કરવાનો નિર્ણય લીધો. પરંતુ ૯ જાન્યુઆરી ૧૯૪૭ ના બધું અચાનક બદલાઈ ગયું. એલિઝાબેથ શોર્ટ ખબર નહિ ક્યાં ગાયબ થઇ ગઈ. પાંચ દિવસ પછી સાઉથ નોર્ટન એવન્યુના ૩૮૦૦ બ્લોક સ્થિત લિમર્ટ પાર્ક પાસે પોલીસને એલિઝાબેથ શોર્ટની કમરથી નીચે કપાયેલ લાશ મળી. એના ચહેરાને મોં થી કાન સુધી ચીરી દેવામાં આવ્યો હતો અને કમર નીચેના શરીરને બે ભાગોમાં કાપી દેવામાં આવ્યું હતું.


શરુઆતમાં ૬૦ લોકોએ કબુલ્યો ગુનો

એલિઝાબેથની હત્યાની શરુઆતમાં પોલીસની સામે ૬૦ લોકોએ કબૂલ્યું હતું કે એમણે આ નિર્દયી હત્યા કરી છે. જોકે, પોલીસે આ બધાને છોડી દીધા, કારણકે એમનો ગુનો સાબિત ના થઇ શક્યો. એ પછી સતત આ હત્યાની ઘટનામાં ઘણા લોકો સામે આવ્યા અને એમણે મર્ડરના ગુનાને પોતાના માથે લઇ લીધો. જોકે, અહિયાં પણ સાબિત ના થઇ શક્યું કે હત્યા એમાંથી કોઈએ કરી છે. તમે જાણીને દંગ થઇ જશો કે એમાંથી ઘણા લોકો એવા પણ હતા જે એલિઝાબેથ હત્યાકાંડ પછી જન્મ્યા હતા. અત્યાર સુધી આ ઘટનામાં ૫૦૦ થી વધારે લોકો એ સામે આવીને ગુનો કબૂલ્યો છે, પણ કોઈને હજી સુધી આ કેસમાં સજા નથી થઇ.