ઇતિહાસમાં પહેલી વાર એક હાથીને બધાની સામે ચઢાવી દીધો હતો ફાંસીએ, જાણો શું હતો ગુનો?

દુનિયાના દરેક દેશમાં અલગ અલગ નિયમ અને કાનૂન હોય છે અને એ પ્રમાણે ગુનો કરનારને સજા આપવામાં આવે છે. તમે અત્યાર સુધી ફક્ત માણસોને જ ફાંસીની સજા આપવા વિષે સાંભળ્યું હશે, પરંતુ તમે એ જાણીને હેરાન થઇ જશો કે એક સમયે એક જાનવરને પણ ફાંસી આપવામાં આવી હતી. જી હા.. એ સાંભળી તમને થોડું વિચિત્ર લાગી શકે છે પણ એ સાચું છે.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે એક એવા હાથી વિષે જેને લગભગ ૧૦૫ વર્ષ પહેલા હજારો લોકોની સામે ખુલ્લેઆમ ફાંસીએ લટકાવી દેવાયો હતો. આવો જાણીએ, આ હાથીની આખી કહાની.



૧૩ સપ્ટેમ્બર વર્ષ ૧૯૧૬ ના અમેરિકાના ટેનેસી રાજ્યમાં હજારો સંખ્યાની ભીડમાં ‘મેરી’ નામના એક હાથીને ફાંસી આપવામાં આવી હતી. આ ઘટના દુનિયાની સૌથી ખૌફનાક ઘટનાઓમાંથી એક માનવામાં આવે છે, કારણ કે આજ સુધી આવું ક્યારેય પણ કોઈ જાનવર માટે નથી કરવામાં આવ્યું.



વાત એવી છે કે અમેરિકાના ટેનેસી રાજ્યમાં ચાર્લી સ્પાર્ક નામનો એક વ્યક્તિ ‘સ્પાર્ક્સ વર્લ્ડ ફેમસ શો’ એટલે કે સર્કસ ચલાવતો હતો. એની પાસે સર્કસ ચલાવવા માટે ઘણા જાનવર હતા જેમાં એક હાથી પણ હતો, અને એમણે એ હાથીને ‘મેરી’ નામ આપ્યું હતું. પરંતુ કોઈ કારણસર ‘મેરી’ના મહાવતે વચમાં જ સર્કસ છોડી દીધું. એવામાં મેરીની કમાન કોઈ અન્ય મહાવતના હાથમાં ચાલી ગઈ. કારણકે એ મહાવત થોડો નવો હતો, એવામાં એ મહાવત મેરી સાથે સારી રીતે તાલમેલ નહતો બેસાડી શકતો અને એને મેરીની દેખરેખમાં પણ તકલીફ થઈ રહી હતી.



એ બધામાં શહેરમાં એક પરેડ કાઢવાની હતી જેમાં ‘મેરી’ પણ શામેલ થયો હતો. આ દરમિયાન એની નજર ખાવાની અમુક વસ્તુઓ પર પડી અને એ તેજીથી એની તરફ વધવા લાગ્યો. એવામાં એ નવા મહાવતે ‘મેરી’ ને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરી પરંતુ સતત પ્રયત્ન પછી પણ ‘મેરી’ કંટ્રોલમાં ના આવ્યો.

તો એ દરમિયાન મહાવતે ‘મેરી’ રોકવા માટે એની કાનની પાછળ ભાલો પણ ઘુસાડી દીધો, એવામાં મેરી એકદમ ગુસ્સે થઇ ગયો અને એણે એ દરમિયાન મહાવતને પોતાના પગ નીચે દબાવીને મારી નાખ્યો.



જેવું મહાવતનું મૃત્યુ થઇ ગયું, તો અમેરિકામાં ચારે તરફ હંગામો શરુ થઇ ગયો. ચારે તરફ ‘મેરી’ ને મૃત્યુદંડની માંગ ઉઠવા લાગી અને બધા પેપરોમાં પણ એના નામની જ ખબર છપાવા લાગી. એટલું જ નહીં, પણ ઘણા લોકો સર્કસના માલિક ચાર્લી સ્પાર્કને પણ ધમકી આપવા લાગ્યા કે એ ‘મેરી’ ને મોત નથી આપે તો શહેરમાં ક્યાંય પણ સર્કસ નથી થવા દે.



એ દરમિયાન કેટલાક લોકોએ મેરીને કરંટ દ્વારા મૃત્યુદંડની વાત કહી તો કોઈએ એને ટ્રેન આગળ કચડી નાખવાની વાત કહી. એ પછી સરકારે નિર્ણય લેવો પડ્યો કે ‘મેરી’ ને ફાંસી આપવામાં આવશે. પછી ૧૩ સપ્ટેમ્બર ૧૯૧૬ ના ક્રેનની મદદથી હજારોની સંખ્યાની ભીડમાં આ હાથીને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો.