સ્પ્રાઉટસ કાનપુરના એક વડીલની ‘અનોખી સ્પ્રાઉટસ ચાટ બનાવવાની રીત’ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય છે. કાકા પોતાની હંસીથી લોકોનું દિલ જીતી રહ્યા છે. વાયરલ વિડીયોમાં કાકા સ્પ્રાઉટસમાંથી નાસ્તો બનાવતા દેખી શકાય છે. સૌથી પહેલા એ પત્તા માંથી બનેલ વાસણમાં અલગ અલગ સ્પ્રાઉટસ ઉમેરે છે. પછી એમાં કાપેલ લીલા મરચા નાખે છે. એ પછી તેઓ લીલી ચટણી અને સફેદ મૂળાથી સજાવીને ગ્રાહકને આપે છે. આ આખી પ્રક્રિયામાં ખાસ છે કાકાની હંસી.
માહિતી મુજબ,આ વાયરલ વિડીયો youtubeswadofficia નામના એક ઈન્સ્ટાગ્રામ યુજરે પોતાના એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો, એ પછી એ વાયરલ થઇ ગયો. સોશ્યલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
જ્યાં એક તરફ લોકો કાકાની ચાટને સૌથી ઉત્તમ જણાવી રહ્યા છે, તો બીજી તરફ એમની માસૂમ હંસી પર ફિદા થઈને પ્રેમ વરસાવી રહ્યા છે.
તો તમે કાકાનો આ વિડીયો હજી સુધી જોયો નહી.