ગુજરાતમાં અલગ અલગ મંદિરો આવેલા છે, ભક્તો વારે તહેવારે મંદિરોમાં દર્શન કરવા જાય છે. વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરે સામાન્ય દિવસે પણ ભારે ભીડ જોવા મળે છે. મંદિરમાં જમવાનું મફત આપવામાં આવે છે અને ઘણી સદીઓથી મફત જમવાનું આપવામાં આવે છે. જાણીને વિચારમાં પડી જવાય એવી વાત છે કે દાન સ્વિકારવામાં આવતું નથી તો આ સદાવ્રત ચાલે છે કેવી રીતે?
જલારામ મંદિરમાં દાનપાત્ર નહી
તમે જ્યારે વીરપુરમાં જશો તો તમે આખા મંદિર પ્રાંગણમાં ફરશો તો પણ તમને દાનપાત્ર જોવા નહી મળે. સ્વયં સેવકોને ઉભા રાખવામાં આવે છે કે ભૂલથી પણ કોઇ દાન મૂકી ન જાય. તમારા મનમાં પણ એ સવાલ થતો હશે કે દરરોજ આટલા લોકોને જમાડે છે અને દાન પણ લેતા નથી તો અન્ન આવે છે ક્યાંથી.
અન્ન ક્યાંથી આવે છે
જલારામ બાપાની 5મી પેઢીને જ્યારે પૂછવામાં આવ્યું કે અન્ન ક્યાંથી આવે છે તો તેમણે કહ્યું કે, મંદિરમાં જ્યારે દાન સ્વિકારવામાં આવતું હતુ ત્યારે 100 વર્ષ ચાલે તેટલું દાન ભેગુ થયુ છે એટલે હવે દાન સ્વિકારવામાં આવતુ નથી અને તે જ પૈસામાંથી 100 વર્ષ સુધી લોકોને જમાડીશું.
જલારામ બાપાની અજાણી વાતો
- જન્મ તારીખ 04-11-1799, સોમવાર
- વિક્રમ સવંત 1856ના કારતક સુદ સાતમ,
- માતા : રાજબાઈ ઠક્કર
- પિતા : પ્રધાન ઠક્કર
- જન્મ સ્થળ : ગામ વિરપુર
- જનોઈ સસ્કાર સંવત : 1870
- લગ્ન સંવત : 1872, આટકોટના પ્રાગજી સોમૈયાની સુપુત્રિ વીરબાઈમાં સાથે
- સંતાન : એક દીકરી – જમનાબેન
- સંવત : 1873 જલારમનો પ્રથમ પરચો
- સંવત : 1874 ચારે ધામની જાત્રા કરી ફતેપુરના ભકત ભોજલરામ પાસે ગુરુ કંઠી બંધાવી.
- સંવત : 1876 મહા સુદી-ર તારીખ 18-11-1820 સોમવારના શુભ દિવસે સદાવ્રતની શરૂઆત કરી.
- સંવત : 1886 સાધુ સ્વરૂપે ભગવાન આવ્યા વીરબાઈમાની માંગણી કરી છેવટે જોળી ધોકો આપ્યા
- સંવત : 1901 જામનગર મહારાજા રમલજીના દરબારમા બાપાના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી.
- સંવત : 1934 થાણા ગાલોળ ગામના જીવરાજ વડાલિયાની ખાલી કોઠીયો બાપાની લાકડીના સ્પર્શથી અનાજથી ભરાઈ ગઈ
- સંવત : 1835 કારતક વદી નોમ સોમવાર તારીખ 18-11-78 વીરબાઈમાનો વૈકુંઠ વાસ.
- સંવત : 1837 બુધવારે તારીખ 23 02 81 ભજન ગાતા ગાતા જલારામબાપાનો વૈકુંઠ વાસ.