શું ચશ્મા પહેરવાથી નાક પર કાળા દાગ પડી ગયા છે? આ ઘરેલુ ઉપાયથી તરત જ દાગ થશે દૂર…

આજ ના સમયે વધારે પડતા લોકોનો સમય કમ્પ્યુટર અથવા ફોન ચલાવતા જ વીતે છે, જેની અસર આપણી આંખો પર પડે છે. કમ્પ્યુટર અને ફોનથી નીકળતી લાઈટના લીધે આપણી આંખોની રોશની ઓછી થાય છે. એટલા માટે તમને તમારી આજુ બાજુ ચશ્મા વાળા લોકો જોવા મળે છે અને બની શકે કે તમને પણ ચશ્મા હોય. જ્યારે આપણે ચશ્મા પહેરે ત્યારે ચશ્માંનું સ્ટેન્ડ આપડા નાક પર રહે છે અને લગાતાર લાંબા સમય સુધી ચશ્મા પેરવાથી નાક ઉપર કાળા ડાઘા પડી જતા હોય છે, જ દેખાવમાં ખરાબ લાગે છે. આ ડાઘના કારણે હવે તમારે બ્યુટી પાર્લરમાં પૈસા બગાડવાની જરૂર નથી. ઘરેમાં ઉપલબ્ધ અમુક વસ્તુના ઉપયોગ થી આ ડાઘથી છુટકારો મળશે.



લોકો ના ઘરમાં એલોવેરા હોય છે. એલૉવેરા આપણી સ્કિન અને વાળ બને માટે ફાયદાકારક છે. બજારમાં પણ એલોવેરા જેલ મળી જાય છે, પણ તમે ઘરે જ એલોવેરાને વચ્ચેથી કાપીને એમાંથી જેલ બનાવી શકો છો. આ જેલને નાકના ડાઘ પર લાગવીને હલ્કા હાથથી મસાજ કરો. થોડા દિવસોમાં એલોવેરાના ઉપયોગથી ડાઘ નીકળી જશે.


બટાકા એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં મળી જશે. બટાકાના રસના ઉપયોગથી તમે આ નાકના ડાઘથી છુટકારો મેળવી શકો છો. કાચા બટાકાને ઘસીને એનો રસ બનાવો. થોડા સમય સુધી બટાકાના રસને ડાઘ પર લગાવી રાખો. થોડા જ દિવસોમાં ડાઘ ઓછા થઈ જશે.


મધ સ્કિન માટે ફાયદાકારક છે. મધમાં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-સેપ્ટિક ભરપૂર માત્રામાં હોય છે, એટલે નાકના ડાઘથી છુટકારો મેળવવામાં મદદરૂપ થશે. તમે મધના ઉપયોગથી ડાઘ ઓછા થઇ જશે.


ટામેટા ચહેરાના ડાઘ ઓછા કરવામાં કારગર સાબિત થાય છે. ટામેટામા એક્સ્ફોલિયેશનના ગુણ હોય છે, જેનાથી મૃત ત્વચા નીકળી જાય છે. ટામેટાની પેસ્ટ બનાવીને નાકના ડાઘ પર લગાવી રાખો. આનો ઉપયોગ કરવાથી થોડા દિવસો મા પરિણામ જોવા મળશે.



નાકના ડાઘ કાઢવા માટે સંતરાના તાજા છોતરાનો ઉપયોગ પણ કરી શકો છો. છોતરાની પેસ્ટ બનાવીને તેમાં દૂધ મિક્સ કરીને ડાઘ પર હલકા હાથથી લગાવીને મસાજ કરો. આના ઉપયોગથી નાકના ડાઘ થોડા દિવસમાં ગાયબ થઇ જશે.