ભાત ખાવાથી વજન વધશે નહી પરંતુ ઘટશે, જાણો વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો

દુનિયાભરમાં એક માન્યતા છે કે ભાત ખાવાથી વજન વધી જશે અને નોર્મલ લોકો પણ એવી જ સલાહ આપે છે કે ભાત ખાવાથી વજન વધી જાય છે પરંતુ તમને ખબર છે ભાત ખાવાથી વજન વધતુ નથી પરંતુ ઘટી જાય છે.

આજે અમે તમને એવી વાત કહીશું જે જાણીને તમને લાગશે કે આ ઇમ્પોસિબલ છે પરંતુ આ વાત ખરેખર પોસીબલ છે અને સાચી છે. ભાત ખાવાથી વજન વધતુ નથી પરંતુ ઘટે છે. આ પ્રકારની અફવામાં ક્યારેય આવવુ નહી. બસ ભાત રાંધવાની રીત અલગ હોય છે. આ રીતે ભાત રાંધશો તો ક્યારેય વજન વધશે નહી.

સફદ ચોખા વધારે વજન

સફેદ ચોખા રિફાઇંડ હોય છે, જેમાં કાર્બોહાઇડ્રે્સની માત્રા ખુબ વધારે હોય છે અને તેમાં રહેલા ફાઇબર પણ ભાત બનાવતી વખતે ખત્મ થઇ જાય છે. જેના કારણે ગ્લાઇસિમિક ઇન્ડેક્સ વધી જાય છે અને મેદસ્વિતા વધી જાય છે.


સિંગલ મિલમાં ખાઓ ભાત

પ્રયત્ન કરો કે સિંગલ મિલમાં એક જ સર્વિંગ લો, જેનાથી તમારી કેલેરી ઇન્ટેક ઓછી થઇ જશે કારણકે ભાતમાં કાર્બોહાઇડ્રેટની માત્રા પહેલેથી જ વધારે હોય છે. માટે ખાવાની થાળીમાં અન્ય એવી કોઇ ચીજ ન લો જેમાં કાર્બોહાઇડ્રેટ હોય.

શાક સાથે બનાવો ભાત

ભાતમાં પોતાની મનપસંદ સબ્જીઓ નાંખીને રાંધવાથી પ્રોટીન અને ફાયબર ભાતમાં આવશે અને લાંબા સમય સુધી તમારુ પેટ ભરેલુ રાખવામાં મદદ કરશે. રાઇસને હેલ્ધી બનાવવા માટે તેમા બિન્સ, શિમલા મરચુ, બ્રોકોલી, ટોફૂ, પનીર વગેરે એડ કરી શકો છો.


ભાત ફ્રાઇ ન કરો

ભાતને ફ્રાઇ ન કરો અને ક્રીમ સાથે મિક્સ ન કરો,. તેને હંમેશા પાણી સાથે ઉકાળીને જ બનાવો. ભાત બનાવતી વખતે વધેલુ પાણી ફેંકુ દો. તેનાથી ભાતમાં રહેલા સ્ટાર્ચ નીકળી જશે.

બ્રાઉન રાઇસ ખાઓ

જો તમારે દિવસમાં બે વાર ભાત ખાવા છે તો બ્રાઉન રાઇસ ખાઓ, તે વાઇટ રાઇસ કરતા ઓછુ ફેટ અને સ્ટાર્ચ ધરાવે છે. તેનાથી વજન કંટ્રોલ થાય છે.