રાત્રે 1 કળી લસણ ખાઇ લેશો તો કોરોનાકાળમાં બીમારીઓથી બચી જશો, આ ફાયદા વિશે તો તમે નહીં જ જાણતા હોવ

લસણ વગર શાકમાં જાણે ટેસ્ટ જ ન હોય તેવું લાગે. લસણ તો આપણા જીવનમાં ખુબ ઉપયોગી તત્વ છે. તમને જણાવી દઇએ કે સ્વાદ લાવવા સિવાય લસણમાં કેટલાક એવા ગુણ છે જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે.

વર્ષોથી લોકો રોજ દૈનિક આહારમાં લસણનો ઉપયોગ કરતા આવ્યા છે. કારણ કે લસણથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. લસણનું સેવન ખૂબ લાભકારી હોય છે. પણ કેટલાક લોકોને લસણ એટલે પણ પસંદ નથી હોતી કારણ કે તે ખાવાથી મોંઢામાંથી વાસ આવે છે. તેવામાં તમે લસણને પકાવીને પણ ખાઈ શકો છો.



દરરોજ લસણની એક કળીનું સેવન કરવાથી શરીરને વિટામિન-એ, બી અને સીની સાથે આયોડીન, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવાં પોષક તત્ત્વો એકસાથે મળી જાય છે, જેથી શરીરમાં આ પોષક તત્ત્વોની ઊણપ સર્જાતી નથી અને અનેક સમસ્યા દૂર રહે છે

રાતે સૂતાં પહેલાં એક ચમચી ઓલિવ ઓઈલ અથવા સોયાબીન ઓઈલ સાથે લસણની પેસ્ટ લેવાથી લિવર સ્વચ્છ થવાની સાથે તે મજબૂત બનીને કાર્યરત રહે છે. લસણમાં વિટામિન-સી, એ, બી અને જી તથા સલ્ફર, લોહ, કેલ્શિયમ ઉપરાંત નકામા બેકટેરિયાનો નાશ કરતું એલિસિન નામનું તત્ત્વ છે. લસણની તાજી પેસ્ટમાં ડિપ્થેરિયા અને ટીબીના જીવાણુને નષ્ટ કરવાનો ગુણ છે.

હાઈપરટેન્શન, હાઈ બીપીની તકલીફ થઈ હોય તો રોજ તાજા લસણની બે કળી ખાવાથી લોહીનું ભ્રમણ થાય છે. તે એનીમિયા, રૂમેટિક ડિસીઝ, ડાયાબિટીસ, હાઈપોગ્લાઈસેમિયા, અસ્થમા, ઊધરસ, એલર્જી, આંતરડાના વર્મ્સ ઉપરાંત કબજિયાત દૂર કરવામાં ઉપયોગી છે.



લસણની કળીવાળો આહાર લેવાથી ચરબીનું પ્રમાણ ઘટતાં કમરનો ઘેરાવો ઓછો થાય છે. ટાઈપ-ટુ ડાયાબિટીસ માટે લસણ શ્રેષ્ઠ કુદરતી ઔષધની ગરજ સારે છે. લસણનું સેવન શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને વધારી દે છે, જેનાથી ડાયાબિટીસની બીમારીમાં ઘણો ફાયદો થાય છે.

સરસિયાના તેલમાં લસણની કળી નાખી ઉકાળીને આ તેલ કાનમાં નાખવામાં આવે તો કાનના દુખાવામાં તરત જ રાહત મળે છે. બાળકો માટે પણ આ રીતે ઉપયોગ કરી શકાય છે.

લસણનું તેલ હથેળી અને પગમાં લગાવવાથી મચ્છર પાસે આવતાં નથી અને કરડતાં નથી, સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે. લસણમાં એ‌િન્ટબેક્ટેરિયલ તત્ત્વ હોય છે.