ઘણી વાર આપણે કામ પરથી આવીએ ત્યારે વધારે પડતા થાકના કારણે આપણને ભારે ઊંડી ઊંઘ આવી જતી હોય છે જેના કારણે આપણે અનેક વખત રાત્રે સુતા જ નાખોરાં ઢવડવા લાગીએ છીએ. સમય સાથે આ આપણી ટેવમાં ફરી જતી હોય છે. આજના અમારા આ ખાસ લેખમાં અમે તમને આ સમસ્યા માંથી કંઈ રીતે છુટકારો મેળવવો તેના વિશે જણાવીશું…
લસણ
લસણના સેવનથી આ સમસ્યા દૂર થાય છે. લસણમાં એન્ટી ઈન્ફ્લામેન્ટ્રી ગુનો હોય છે જેના કારણે નસખોરાથી છુટકારો મળી જાય છે. તેના માટે તમારે શાકભાજી સાથે લસણનું સેવન કરવું જોઈએ. લસણની ચટણી પણ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. શેકેલા લસણનું સેવન તમે રાત્રે સુતા પહેલા 2-3 કલાક આગાઉ પણ કરી શકો છો.
હળદર
હળદર ખુબ જ ગુણવાન હોય છે. હળદરના સેવનથી તમારી આ આદત ધીમે ધીમે સુર થઇ શકે છે. હળદરના કારણે તમારું નાક સાફ થાય છે અને તમને સારી રીતે શ્વાસ લેવામાં મદદ મળે છે અને તમારી આ આદતથી છુટકારો મળી શકે છે. તેના માટે તમારે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ.
ફુદીના
ઉનાળામાં સામાન્ય રીતે ફુદીનો માર્કેટમાં મળી રહે છે. તેની મદદથી પણ તમને આ સમસ્યાથી છુટકારો મળી શકે છે. ફુદીનામાં અને એવા તત્વો હોય છે કે જે તમારા નાક ની અંદરનો સોજો ઘટાડે છે. તેના માટે તમારે એક કપ હલકા ગરમ પાણીમાં ફુદીનાના અમુક પાન લઇ તેમાં નાખો ત્યાર બાદ અમુક સમય બાદ તે પાનને કાઢીને પાણી પી લો આમ કરવાથી તમને રાહત મળશે. તમે આ પાણી દિવસમાં બે વાર લઇ શકો છો.
મધ
મધ આરામથી ભારતના દરેક ઘરમાં મળી શકે છે. મધથી પણ તમને મદદ મળી શકે છે. તેના સેવનથી નાકનો માર્ગ ખુલી જાય છે. જેના કારણે સુતા સમયે તમને કોઈ મુશ્કેલી આવતી નથી અને તમારી આ સમસ્યા માંથી છુટકારો મળી શકે છે. તેના માટે તમારે ગરમ પાણી સાથે મધનું સેવન કરવું જોઈએ.
કાંદા
જો તમે કાંદાનું સેવન ન કરતા હોવ તો આજે જ શરુ કરી દો કારણકે તેની મદદથી તમારું બંધ નાક ખુલી જશે. કાંદાની સુગંધ ખુબ જ તીવ્ર હોય છે તે સીધી તમારા મગજ સુધી પહોંચે છે જેના કારણે તમને સુવામાં મદદ મળે છે.
નોંધ: અમારા દ્વારા આપવામાં આવતી દરેક જાણકારી નિષ્ણાંતોની નજર હેઠળ જ આપવામાં આવે છે તમ છતાં કોઈ પણ બીમારીમાં પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો કારણકે દરેક લોકોની તાસીર અલગ હોય છે આભાર!