ના હોય! ગરમીનું સ્તર વધતા દુબઇમાં કરાવ્યો કૃત્રિમ વરસાદ, જૂઓ કેવી રીતે

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે કેનેડામાં 50 ડિગ્રી તાપમાન થઇ ગયુ હતુ અને જેના કારણે લોકોના મૃત્યુ થઇ રહ્યાં હતા દુબઇમાં પણ એવી જ પરિસ્થિતિ સર્જાઇ છે અને જેના કારણે ત્યાં આર્ટીફિશ્યલ વરસાદ કરાવવો પડ્યો હતો.

દુબઇના એક શહેરમાં ખુબ વરસાદ પડ્યો અને દુબઇના હવામાન વિભાગે તેનો વીડિયો બહાર પાડ્યો હતો. જેમાં તમને એવું જ લાગે કે આ વરસાદ જાતે પડી રહ્યો છે પરંતુ તે કૃત્રિમ રીતે પાડવામાં આવ્યો હતો.



ડ્રોનની મદદથી વાદળોને ચાર્જ કરવામાં આવ્યા હતા અને બાદમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. આ પ્રકારે ચાર્જ કરવા માટે વાદળોને વીજળીનો ઝાટકો આપવામાં આવે છે જેથી વાદળો ચાર્જ થઇ જાય અને તેમાં ઘર્ષણ અનુભવાય, આવુ કરવાથી વરસાદ પડવા લાગે છે.

ડ્રોનના ઉપયોગથી વાદળોને ચાર્જ કરવામાં આવે છે જેથી તે વરસાદ બનીને વરસી શકે અને આ ટ્રીટમેન્ટ પાછળ 15 મિલીયન ડૉલરનો ખર્ચ કરવામાં આવ્યો છે.



ભારતમાં જેમ રાજસ્થાનમાં પાણીની અછત છે તે જ રીતે દુનિયાભરના દેશોમાં દુબઇ શુષ્ક દેશની ગણતરીમાં આવે છે માટે આ પ્રકારની રીત અપનાવવી પડે છે.