ઠંડીની શરુઆતમાં પીવો આ ખાસ આયુર્વેદિક રોગપ્રતિકારક શક્તિ વધારતો કાઢો, બદલતા મોસમમાં નહિ થાય શરદી ખાંસી

કાઢો એક પારંપરિક આયુર્વેદિક ભારતીય પીણું છે, જે ઘણીવાર ચા કે ચા તરીકે સેવન કરવામાં આવે છે અને એ ખાંસી, શરદી અને મોસમી ફ્લૂ વિરુદ્ધમાં અસરદાર માનવામાં આવે છે. ભારતીય જડીબુટ્ટી અને મસાલા સાથે બનાવવામાં આવતો કાઢો એક કુદરતી પ્રતિરોધક ક્ષમતા વધારનાર છે. એ તાવ અને ગળામાં ખારાશ થતા ઉપચાર તરીકે પીવો સૌથી સારો ઉપાય છે. એ ખાંસીને ઠીક કરે છે અને એન્ટી ઓક્સીડેંટથી ભરપૂર હોય છે. ખાસ મોસમમાં થઇ રહેલા બદલાવને લીધે થતી શરદી ખાંસી અને તાવમાં ઘણો અસરદાર હોય છે.

કાઢો બનાવવા માટે જરૂરી સામગ્રીઆ અસરદાર ઘરેલું નુસખો બનાવવા માટે તમને ૨ કપ પાણી, એક ઇંચ છોલેલ આદુ, ૪ -૫ લવિંગ, ૫ -૬ કાળા મરી, ૫ -૬ તુલસીના તાજા પાન, અડધી ચમચી મધ અને ૨ ઇંચ તજનો ટુકડો જોઇશે. જો મળી શકે તો મુલેઠી ઉમેરી શકો છો.

કાઢો કેવી રીતે બને છે?

સૌથી પહેલા એક ઊંડા વાસણમાં પાણી લો અને એને ઉકાળી લો. વચ્ચે એક ખાંડણીમાં આદુ, લવિંગ, કાળા મરી, અને તજને કૂટી લો. પાણી ઉકળ્યા પછી, વાસણમાં તુલસીના પાનની સાથે બધી ખાંડેલ સામગ્રી ઉમેરો. ધીમા ગેસે લગભગ ૨૦ મિનીટ સુધી આ કાઢો અડધો થાય ત્યાં સુધી પકાવો. એને ગ્લાસમાં ગાળી લો અને થોડું ઠંડુ થયા પછી એમાં મધ ઉમેરો લો. હવે તમારા ઘરનો કાઢો બનાવવા માટે તૈયાર છે.

બદલતા મોસમમાં કાઢો પીવાના ફાયદાવિશેષજ્ઞ અનુસાર, કાઢામાં એન્ટી વાયરલ ગુણ હોય છે અને એ ખાંસી તાવમાં પણ કારગર છે. તુલસીની હાજરી એને એક પ્રભાવી ઉપચાર પીણું બનાવે છે, જે શરીરમાં કફને ઓછો કરે છે. એ રોગ પ્રતીરોધક ક્ષમતા વધારવાનું અને સંક્રમણથી લડવા માટે જાણવામાં આવે છે. એમાં એન્ટી ઇન્ફ્લામેટ્રી ગુણ અને એન્ટી સેપ્ટિક ગુણ પણ હોય છે, જે ગળાને શાંત કરે છે અને ખાંસીને રોકે છે.

શરદી, ખાંસી, ફ્લૂ અને તાવના ઈલાજ સિવાય, તમને જાણીને હેરાની થશે કે કાઢો પથરીના ઇલાજમાં પણ કારગર છે. પ્રભાવી પરિણામો માટે નિયમિત રીતે ૬ મહિના સુધી કાઢાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. કાઢો પ્રતિરક્ષા પણ વધારે છે અને એન્ટી ઓક્સીડેંટનો સમૃદ્ધ સ્ત્રોત છે.

કાઢાની આડઅસર

પહેલા જોઈ લો કે બધા મસાલા ફક્ત નક્કી કરેલ માત્રામાં જ નાખવામાં આવ્યા હોય, કારણકે કોઈ પણ વસ્તુની વધારે માત્રા ભોજન નળીમાં બળતરા થઈ શકે છે. રોગોના ઉપચાર માટે કાઢાનું સેવન ડોક્ટરની સલાહથી જ કરો.