દિવાળીનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા અર્ચનાનો ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરીને ધન ધાન્યની કામના કરે છે, તંત્ર મંત્રને માનતા લોકો પણ આ દિવસે ઘણા ઉપાય અને ટોટકા કરે છે. સિદ્ધિની કામના માટે આ દિવસ ખાસ માનવામાં આવે છે, એવું જણાવવામાં આવે છે, કે જો દિવાળીના દિવસે કેટલાક સરળ ઉપાય કરવામાં આવે તો એનાથી વ્યક્તિના જીવનની ઘણી સમસ્યાઓ દૂર થાય છે, ખાસ તો ધન સાથે જોડાયેલ સમસ્યાઓથી છુટકારો મળે છે.
આજે અમે તમને દિવાળી પર કરવામાં આવતા એવા સરળ ટોટકા વિષે જણાવવાના છે, અને જો તમે એ અજમાવો છો તો એનાથી આર્થિક સમસ્યાઓથી જલ્દી જ છુટકારો મળશે, આ ઉપાયો અપનાવીને તમે જલ્દી જ લાભ મેળવી શકો છો અને માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા રહેશે.
આવો જાણીએ દિવાળી પર કયા ઉપાયો કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ થશે દૂર
દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે એમની આવકમાં વધારો થાય પણ ગમે તે રીતે સમસ્યા થતી રહે છે, જો તમે તમારી આવકમાં વધારો કરવા ઈચ્છો છો તો એવી સ્થિતિમાં તમે દિવાળીના આખા અડદ, દહીં અને સિંદૂર લઈને પીપળાના મૂળમાં રાખો અને ત્યાં એક દીવો જરૂર કરો. એનાથી આવકમાં વધારો થવામાં આવતી બાધા દૂર થાય છે.
જો તમે સખ્ત મહેનત કરીને પૈસા કમાઈ રહ્યા છો પણ જ્યાં ત્યાં કામોમાં તમારા ખોટા ખર્ચ થઇ રહ્યા છે , ના ઇચ્છવા છતાં પણ તમારા પૈસા ખર્ચાઈ રહ્યા છે તો ખોટા ખર્ચથી બચવા માટે તમે હત્થા જોડીમાં સિંદૂર લગાવીને ધન રાખવાની જગ્યાએ રાખો, એનાથી આવકમાં વધારો થાય છે અને ખોટા ખર્ચમાં ઘટાડો થાય છે.
જો તમે ઈચ્છો છો કે તમારી તિજોરી પૈસાથી ભરેલી રહે તો તમે શેરડીના મૂળને લાલકપડામાં વીંટીને એની ઉપર સિંદૂર અને લાલ ચંદન લગાવો અને એ તમારી તિજોરીમાં રાખી દો.
જો તમે માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા ઈચ્છો છો અને ધનમાં સતત વધારો કરવા ઈચ્છો છો તો એવામાં તમે દિવાળીના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરતી વખતે ગોમતી ચક્ર ને પૂજાની થાળીમાં રાખી માતા લક્ષ્મીજીની પૂજા કરો.
જેવું કે તમે સૌ જાણો છો કે માતા લક્ષ્મીજીની સવારી ઘુવડ છે, જો તમે દિવાળીની રાતે ઘુવડનો ફોટો તિજોરી પર લગાવો છો તો એનાથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે છે.
આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે તમે પીપળાના પાન પર દીવો કરી પાણીમાં વહાવી દો.
ધનની હાનિથી બચવા માટે દિવાળીની પૂજા કર્યા પછી કાળા તલ હાથમાં લઈને ઘરના બધા સભ્યોના માથેથી સાત વાર ફેરવી ફેંકી દો.
જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય તો તમે દિવાળીની સાંજે કોઈ વડના ઝાડની જટામાં ગાંઠ મારી લો અને ધન લાભ મળ્યા પછી તમે એ ગાંઠ ખોલી દો.