મોટાભાગના લોકોની આદત હોય છે તે તેઓ ટોઇલેટમાં મોબાઇલ લઇને જાય છે અને લાંબો સમય સુધી બેસી રહે છે પરંતુ તમને ખબર છે કે ટોઇલેટમાં મોબાઇલ લઇને જવાથી જીવલેણ બીમારી થઇ શકે છે ?
જ્યારે પણ તમે ટોઇલેટમાં મોબાઇલ લઇને જાઓ છો ત્યારે તેમાં રહેલા બેક્ટેરિયા મોબાઇલ પર ચોંટી જતાં હોય છે અને તે બીમારી ફેલાવે છે.
જો મોબાઈલ નજીકમાં ન હોય તો તેઓ બેચેન થવા લાગે છે. કેટલાક લોકોને એવી પણ આદત હોય છે કે તેઓ ટોયલેટમાં બેસીને ફોનનો ઉપયોગ કરે છે, પરંતુ આ આદત ઘણી ખતરનાક છે. આ તમને ખૂબ બીમાર કરી શકે છે. જો તમે ટોઈલેટમાં મોબાઈલ સાથે લઈ જાઓ છો, તો તમે જીવલેણ બીમારીનો શિકાર બની શકો છો. તમે અને તમારું આખું કુટુંબ ખતરનાક બેક્ટેરિયાનો શિકાર બની શકો છો.
ટોયલેટમાં મોબાઈલ લેશો તો થશે આ બીમારી
તમને જણાવી દઈએ કે ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ કરવાથી તમને પાઈલ્સ ની સમસ્યા થઈ શકે છે. જોકે, વૃદ્ધોની સાથે-સાથે યુવાનોમાં પણ પાઇલ્સની સમસ્યા સામાન્ય બની ગઇ છે. પાઈલ્સને હરસ પણ કહેવાય છે. વાસ્તવમાં આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે તમે ટોયલેટમાં મોબાઈલ લઈ જાઓ છો, ત્યારે તમે કોમોડ પર લાંબો સમય બેસી રહો છો અને તમને સમયની પણ ખબર નથી હોતી કારણ કે તમે મોબાઈલ ઓપરેટ કરવામાં વ્યસ્ત હોવ છો.
હેમોરહોઇડ્સનું કારણ શું છે?
વાસ્તવમાં કેટલાક લોકો ટોયલેટમાં કોમોડ પર બેસીને મોબાઈલમાં સમાચાર વાંચે છે. સોશિયલ મીડિયા સાઇટ્સ ચલાવે, વીડિયો જોવે અને ચેટિંગ કરે છે. શૌચાલયમાં કમોડ પર લાંબો સમય બેસી રહેવાથી ગુદામાર્ગ અને ગુદાના નીચેના ભાગની માંસપેશીઓ પર દબાણ વધે છે, જેનાથી પાઈલ્સનો ખતરો વધી જાય છે.
ઘાતક બેક્ટેરિયા ફોન પર ચોંટી જાય છે
આ સિવાય શૌચાલયમાં મોબાઈલ રાખવાથી તમે બેક્ટેરિયાનો શિકાર પણ બની શકો છો. ટોયલેટમાં રહેલા બેક્ટેરિયા તમારા મોબાઈલમાં ચોંટી જાય છે. જ્યારે તમે ટોઇલેટમાંથી બહાર આવો છો ત્યારે તમે તમારા હાથ ધોઈ લો છો પરંતુ મોબાઈલમાં ચોંટેલા બેક્ટેરિયા તમારા હાથ પર પાછા આવી જાય છે. આ બેક્ટેરિયાના કારણે તમને ઈન્ફેક્શન પણ થઈ શકે છે.