બાહુબલીનું માહિષ્મતી સામ્રાજ્ય અમદાવાદથી એટલુ નજીક છે કે જાણીને વિકેન્ડ પ્લાન કરી લેશો

પ્રભાસની ફિલ્મ બાહુબલી આજે પણ ફેન્સ વચ્ચે એટલી જ લોકપ્રિય છે જેટલી રિલીઝ સમયે હતી. આજે પણ લોકો બાહુબલી જોઇને વિચારતા થઇ જાય છે કે આવું માહીષ્મતિ સામ્રાજ્ય હોત તો કેવું સારુ, પરંતુ ખરેખરમાં આ સામ્રાજ્ય અમદાવાદથી નજીક આવેલું છે.

ફિલ્મમાં શિવગામી દેવી, બાહુબલી, દેવસેના જે સામ્રાજ્યમાં ફરતા દેખાય છે તે માત્ર કલ્પના નથી પરંતુ હકીકત છે. માહિષ્મતિ સામ્રાજ્ય ભારતમાં આવેલું છે.

ઇતિહાસના પાના ફેરવશો તો તમને દેખાશે કે માહિષ્મતિ મધ્યભારતમાં આવેલું એક શહેર હતું. હાલમાં મધ્યપ્રદેશમાં આ સામ્રાજ્ય આવેલું છે. જૂના સમયમાં રાજનૈતિક અને સામાજીક કેન્દ્ર હતું.

મધ્યપ્રદેશના ચેદી જિલ્લાની રાજધાની હતી અને નર્મદા નદીના કિનારે વસેલુ આ શહેર હવે મહેશ્વર નામે ઓળખાય છે. તે જગ્યાએ ઐતિહાસિક સ્થળો આવેલા છે. અમદાવાદથી માત્ર 400 કિમી દૂર આવેલ આ સ્થળે વિઠ્ઠલેશ્વર મહાદેવ, અહિલેશ્વર મંદિર જેવા સ્થાનો આવેલા છે.