“દાઉ” એટલે કે શ્રી કૃષ્ણના મોટા ભાઈ વિશે આ વાતો તો તમારે જાણવી જ જોઈએ…

મિત્રો તમે જાણતા જ હશો  કે બલરામજી ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ છે. બલરામજી એટલે કે દાઉ ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ હતા કહેવાય છે કે તે પણ ભગવાન શ્રી કૃષ્ણની એક લીલા હતી. હંમેશ જ બલરામજી ભગવાન શ્રીકૃષ્ણના દરેક કાર્યમાં એક શિક્ષકની ભૂમિકા ભજવતા હતા. આજના અમારા આ ખાસ લેખમાં અમે તમને બલરામજી વિશે જણાવીશું.

તમે કદાચ સાંભળ્યું હશે અથવા પુરાણોમાં વાંચ્યું હશે કે બલરામજી શેષનાગના અવતાર છે. બળ એટલે આધ્યાત્મિક શક્તિ, જેના દ્વારા મનુષ્ય જીવનનો સર્વોચ્ચ આનંદ, એટલે કે પરમાનંદ પ્રાપ્ત કરી શકે છે. આ નામથી મળતા આનંદને રમણ કહેવામાં આવે છે.  એટલા માટે બલારામજીનું નામ આ બલ અને રમણ પરથી પડ્યું છે બલરામ.

આ વાતનો તમને ખ્યાલ હશે કે જ્યારે પણ ભગવાન આ પૃથ્વી પર જન્મ ધારણ કરે છે, ત્યારે દરેક દેવતાઓ પણ તેમની સાથે પ્રકટ થાય છે. આ સિવાય તમને જણાવી દઈએ કે લગભગ પાંચસો વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ ચૈતન્ય મહાપ્રભુ તરીકે અવતાર ધારણ કર્યો હતો. એ સમયે ભગવાન સ્વયં ભક્તના રૂપમાં આવ્યા હતા. પરંતુ તમને નહિ જાણતા હોવ કે ચૈતન્ય મહાપ્રભુ પહેલા નિત્યાનંદ પ્રભુનો જન્મ થયો હતો તે નિત્યાનંદ પ્રભુ પોતે બલરામના અવતાર હતા.

હવે તમને કંસ વિષે જણાવીએ તો, કંસએ બહેનના લગ્ન વસુદેવ સાથે કર્યા હતા, લગ્ન બાદ આકાશવાણી થઈ કે, દેવકી અને વસુદેવનો આઠમો પુત્ર કંસનો વધ કરશે. આ સાંભળતા કંસએ બંનેને જેલમાં પુરી દીધા હતા. સાથે જ તેમના પહેલા છ પુત્રોનો વધ કરી નાખ્યો હતો. તેમના સાતમા પુત્ર બલરામજી હતા. ભગવાન શ્રી વિષ્ણુએ યોગ માયાથી દેવકીના ગર્ભમાં રહેલા બલરામજીને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યા હતા. આ રીતે બલરામજીનો દેવકીના ગર્ભમાં ઉછેર થયો અને રોહિણીના ગર્ભથી જન્મ થયો.

તમે આ વાતથી અનજાન હશો કે બલરામજીના લગ્ન રેવતી સાથે થયા હતા. આ ઉપરાંત રેવતીજીનું કદ બલરામજી કરતા ઘણું વિશાળ હતું જેથી બલરામજીએ રેવતીજીનું કદ તેના હળથી ઘટાડી અને તેની સાથે લગ્ન કર્યા હતા.

દાઉ એક વખત પોતાના માતાપિતા અને વૃંદાવનવાસીઓને મળવા માટે વૃંદાવન પાછા ફર્યા હતા. ત્યાં ગયા ત્યારે દરેક લોકો દાઉને ભગવાન શ્રી કૃષ્ણ વિશે જ પૂછતા હતા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવન છોડ્યા પછી ક્યારેય પાછા ફર્યા ન હતા.

આ સિવાય ચાલો તમને એક સવાલ પૂછું શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બલરામજીએ શા માટે મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો ન હતો? અહીં દાઉએ શ્રી કૃષ્ણને પણ સમજાવ્યું હતું કે, પાંડવો અને કૌરવ બંને તેમના મિત્રો છે અને તેથી આ યુદ્ધમાં વચ્ચે ન આવવું જોઈએ. એટલા માટે તેઓ આ યુદ્વથી દૂર જ રહ્યા હતા.