હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ કોઈ ખાસ દેવી કે દેવતાને સમર્પિત કરવામાં આવ્યો છે. શનિવારનો દિવસ શનિદેવનો માનવામાં આવે છે. શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. એમની કૃપા જેટલી લાભકારી હોય છે, એમનો ગુસ્સો એટલો જ હાનીકારક હોય છે. એટલે શનિદેવને ભૂલમાં પણ નારાજ ના કરવા જોઈએ. કહેવાય છે કે શનિવારના દિવસે કેટલીક ખાસ વસ્તુ ખરીદવાથી બચવું જોઈએ.
એ શનિવારના દિવસે ખરીદીને ઘરે લાવવાથી શનિદેવ નારાજ થઇ જાય છે. પછી તમારે જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.
ચામડાથી બનેલી વસ્તુઓ
શનિવારના દિવસે ચામડાથી બનેલી કોઈ પણ વસ્તુ ના ખરીદવી જોઈએ. જૂતા, ચપ્પલ, બેલ્ટ, પર્સ જેવી વસ્તુઓ શનિવારના દિવસે ના ખરીદવી જોઈએ. જો તમે ચામડાથી બનેલી વસ્તુઓ શનિવારના ખરીદો છો તો જીવનમાં એક પછી એક ઘણી સમસ્યા આવવાની શરુ થઈ જાય છે. તમે જે પણ કામમાં હાથ નાખો છો એ પૂરું નથી થતું. એમાં ઘણી બાધાઓ આવે છે. વ્યક્તિનું સફળ થવું પણ મુશ્કેલ થઇ જાય છે.
લોખંડનો સમાન
શનિવારના દિવસે લોખંડ થી બનેલ કોઈ પણ સામાન ખરીદવાથી બચવું જોઈએ. માન્યતા છે કે શનિવારના લોખંડ ખરીદીને ઘરે લાવવાથી શનિ સાથે જોડાયેલ કષ્ટો સહન કરવા પડે છે. એની જગ્યાએ તમારે શનિવારના દિવસે લોખંડ ખરીદવાની જગ્યાએ દાન કરવું જોઈએ. એવું કરવાથી તમારી ઉપર સાડા સાતી અને ઢેયાના લીધે ચાલી રહેલ શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે.
સરસોનું તેલ
એમ તો શનિદેવને સરસોનું તેલ પસંદ હોય છે, પરંતુ એ શનિવારના દિવસે ખરીદવાની ભૂલ ના કરવી જોઈએ. એવું કરવાથી વ્યક્તિને શારીરિક કષ્ટ અને બીમારીનો સામનો કરવો પડે છે. જોકે, શનિવારના સરસોનું તેલ અર્પિત જરૂર કરી શકો છો. એનાથી તમારી ઉપર શનિદેવની કૃપા રહેશે. તો શનિવારના શનિદેવની સામે સરસોના તેલનો દીવો કરવો પણ ખુબ જ શુભ હોય છે.
મીઠું
શનિવારના મીઠું પણ ના ખરીદવું જોઈએ. કહેવાય છે કે આ દિવસે મીઠું ખરીદવાથી ઘરમાં ઘણી બીમારીઓ આવે છે. તો આ દિવસે મીઠું ખરીદને લાવવાથી દેવું ચડે છે. ટૂંકમાં શનિવારના મીઠું લાવવું એને અવગણવું નહીં, નહીતો તમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડશે.
મસૂરની દાળ
શનિવારના દિવસે મસૂરની દાળ ખરીદવાથી બચવું જોઈએ. વાત એવી છે કે મસૂરની દાળનો સંબંધ સૂર્ય દેવ અને મંગળ ગ્રહ સાથે માનવામાં આવે છે. તો સૂર્ય દેવ અને મંગળ ગ્રહ, શનિદેવના શત્રુ કહેવાય છે. એવામાં જો તમે મસૂરની દાળ શનિવારના દિવસે ઘરે લાવો છો તો તમારે શનિનો ઉગ્ર રૂપ જોવું પડી શકે છે. એટલે જીવનમાં દુઃખોનો પહાડ પણ તૂટી શકે છે.