હોટલમાં ક્યારેય ન ખાવી જોઈએ એક આ વસ્તુ, થઈ શકે છે મોટું નુકસાન…

ઘણા લોકો હોટલમાં જમવા જવાના શોખીન હોય છે. તો અમુક લોકોને કોઈક કારણોસર નાછૂટકે હોટેલમાં જમવા જવું પડતું હોય છે. ક્યારેક કોઈ કામ માટે બહાર ગયા હોઈએ ત્યારે પણ હોટલમાં જમવું પડતું હોય છે. આ હોટલમાં વિવિધ પ્રકારના શાક અને ખોરક મળે છે. જેમાં પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ, ઈટાલિયન, મેક્સિકન વગેરે પ્રકારના ખોરાક મળતા હોય છે. અમુક પ્રકાર ભાવતા ભોજન લોકો આમાંથી ખાતા હોય છે.

આ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળતા ગ્રેવી વાળા આવા ભોજનથી તમારે ચેતી ને રહેવું જરૂરી છે. કારણ કે આ ગ્રેવી વાળા ખોરાક તમે ઓર્ડર આપ્યાના થોડીક જ મીનીટમાં તમને આપવામાં આવે છે. કારણ કે આ ગ્રેવી તાજી હોતી નથી. જે ઘણા દિવસો પહેલા બનાવેલી વાસી હોય છે. કારણ કે તાજી ગ્રેવી બનાવતા ઘણો સમય લાગે છે. આ ગ્રેવી અઠવાડીયા સુધી ફ્રીજમાં મુકીને રાખવામાં આવતી હોય છે. જેનો ઉપયોગ કરીને તેને ગરમ કરીને તમને પીરસવામાં આવે છે.

ગ્રેવી પણ અલગ અલગ ગુણવત્તા વાળી હોય છે. બજારમાં મળતા શાકભાજી અલગ અલગ પ્રકારના વાપરવામાં આવ્યા હોય છે. જેમાં સડેલા કે બગડેલી વસ્તુઓ પણ વાપરવામાં આવતી હોય છે. મોટે ભાગે ગ્રેવી માટે બગડેલા નીકળેલા શાકભાજી વાપરવામાં આવતા હોય છે. જે સાવ છેલ્લી ગુણવત્તા વાળા પણ હોય શકે છે.

આ રીતે લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવામાં આવેલી ગ્રેવીમાં પણ એસીડીક પ્રક્રિયા થાય છે. જેમાંથી એસીડ ઉત્પન્ન થાય છે. આ એસિડના લીધે આપણા શરીરમાં 80 ટકા આલ્ક્લીન અને 20 ટકા એસીડીકની જરૂર પડે છે, તે પ્રક્રિયા જળવાતી નથી. તેથી નુકસાન થવાની શક્યતા રહે છે.

આવી વાસી ગ્રેવી આપણે ખાઈએ તો તે ગ્રેવી હોજરીને નુકશાન કરી શકે છે. જીભના સ્વાદ માટે આપણે આ ગ્રેવી ખાઈએ છીએ પરંતુ હોજરીને તેનો સામનો કરવો પડે છે. જેનાથી હોજરીને તકલીફ પડે છે. માટે આવા ગ્રેવી વાળા શાક શરીરમાં ખુબ જ નુકશાન કારક સાબિત થાય છે. માટે હોટલમાંથી આવા ગ્રેવી વાળા શાક ક્યારેય પણ ન ખાવા જોઈએ.