હિન્દૂ ધર્મમાં દરેક દિવસ કોઈ ને કોઈ દેવી કે દેવતાને સમર્પિત હોય છે. મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસ સંકટમોચનની પૂજા કરવાથી જીવનના બધા કષ્ટ ખત્મ થઇ જાય છે. મંગળવારના પૂરી શ્રદ્ધા અને ભાવનાની સાથે હનુમાનજીની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જોકે, આ દિવસે કેટલાક એવા કાર્ય પણ હોય છે, જે કરવાથી આપણે દરેક હાલતમાં બચવું જોઈએ. આ કારણ અમંગળકારી માનવામાં આવે છે.
મંગળવારનો દિવસ મંગળ ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે. એવામાં આ દિવસે કેટલાક વિશેષ કાર્ય કરવાથી આ ગ્રહનો દુષ્પ્રભાવ જોવા મળી શકે છે. એટલે મંગળવારના દિવસે આ ૬ કાર્યો કરવાની ભૂલ ક્યારેય ના કરવી. એ કરવાથી જીવનમાં દુઃખ, અશાંતિ અને ગરીબી આવે છે.
શરાબ અને માંસનું સેવન
મંગળવારના દિવસે શરાબ, માંસ, (ચીકન, મટન, મચ્છી ) વગેરેનું સેવન ના કરવું જોઈએ. આ દિવસે હનુમાનજીની પૂજા પાઠ થાય છે. એવામાં ઘરને પવિત્ર રાખવું જોઈએ. આ વસ્તુના સેવનથી ઘરના નેગેટીવ અસર થાય છે. એવામાં એ ખાઈને જો તમે હનુમાનજીની પૂજા પાઠ કરો છો તો તમને લાભની જગ્યાએ નુકસાન પણ થઇ શકે છે. એવામાં મંગળવારના ઘર કે બહાર બંને જગ્યાએ માંસ અને શરાબનું સેવન ના કરો.
વાળ અને નખ કાપવા
મંગળવાર નો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈ સારું, નવું કે માંગલિક કાર્ય કરવામાં આવે છે. એવામાં તમે જો વાળ અને નખ કાપવા જેવા કામ આ દિવસે કરો છો તો એનું અશુભ પરિણામ ભોગવવું પડે છે. આ કાર્ય મંગળવારના કરવા માટે શુભ નથી માનવામાં આવતા. જો તમે મંગળવારના વાળ કપાવવા, દાઢી કરાવવી અને નખ કાપવા જેવી વસ્તુ કરો છો તો તમારા જીવનમાં ધન અને બુદ્ધિનું નુકસાન થઇ શકે છે.
ધારદાર વસ્તુઓ ખરીદવી
મંગળવારના દિવસે એમ તો નવી નવી વસ્તુઓ ખરીદવા માટે શુભ હોય છે, પણ આ દિવસે ધારદાર વસ્તુઓ, જેમ કે ચાકુ, કાતર, વગેરે વસ્તુઓ ના ખરીદવી જોઈએ. એ ખરીદવાથી ઘરમાં લડાઈ થતી રહે છે. એ ઘરમાં નેગેટીવ ઉર્જાનું સ્તર વધારે છે.
કાળા રંગના કપડા પહેરવા
મંગળવારના દિવસે કાળા રંગના કપડા ના પહેરવા જોઈએ. વાત એવી છે કે, કાળા વસ્ત્ર પહેરવાથી શનિનો પ્રભાવ વધે છે. શનિ અને મંગળનો સંયોગ ઘણો કષ્ટકારી ને અશુભ માનવામાં આવે છે. આ દિવસે લાલ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. આ રંગના કપડા પહેરી તમે જે પણ કામ કરો છો એ સફળ થાય છે.
પૈસાનું રોકાણ
મંગળવારના દિવસે કોઈ વસ્તુમાં પૈસાનું રોકાણ ના કરવું જોઈએ. આ દિવસે તમે જે કામમાં પૈસા નાખો છો એ સફળ નથી થતું. તમને ધનનું નુકસાન થાય છે.
પૈસાનું લેવડદેવડ
મંગળવારના દિવસે પૈસાની લેવડદેવડ પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસે તમે ના કોઈને ઉધાર આપો અને ના કોઈ પાસેથી ઉધાર લો. જો તમે એવું નથી કરતા તો પૈસાનું નુકસાન થવું શક્ય છે.