પાકિસ્તાનથી આવ્યા હતા યુસુફ ખાન, આ ડરને કારણે બદલ્યું હતું એમણે પોતાનું નામ અને બન્યા દિલીપ કુમાર

બોલીવુડના મશહૂર અભિનેતા ટ્રેજેડી કિંગથી ઓળખાતા દિલીપ કુમાર આ દુનિયાને છોડી ગયા છે. દિલીપ કુમારની ઉંમર ૯૮ વર્ષ હતી અને એ ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. એમણે મુંબઈની હિંદુજા હોસ્પિટલ છેલ્લા શ્વાસ લીધા. દિલીપ કુમારે પોતાના સમયમાં એક થી એક મોટી ફિલ્મો આપી હતી. એમના નિધનની ખબરથી આખું બોલીવુડ આઘાતમાં ચાલ્યું ગયું છે. તેઓ પોતાનામાં જ એક સમગ્ર ફિલ્મ ઇન્સ્ટીટયુશન માનવામાં આવતા હતા. દિલીપ કુમારને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક મજબૂત સ્તંભ માનવામાં આવતા હતા. દિલીપ કુમારે પોતાના અભિનય અને ખાસ ડાયલોગ ડિલીવરીને લીધે બધાને પોતાના દીવાના બનાવી દીધા હતા.



દિલીપ કુમારને મોટાભાગે લોકો દિલીપ કુમારના નામે જ ઓળખે છે પરંતુ શું તમને આ અભિનેતાનું સાચું નામ ખબર છે ? એમનું સાચું નામ યુસૂફ ખાન હતું. તમને જણાવી દઈએ કે એમણે પોતાનું સાચું નામ કેમ ત્યાગી દીધું? દિલીપ કુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ ના પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. એમના બાળપણનું નામ ‘મોહમ્મદ યુસૂફ ખાન’ હતું. એમના પિતાનું નામ લાલા ગુલામ સરવર હતું જે ફળ વેચીને પોતાના પરિવારનો ખર્ચ ચલાવતા હતા. ભાગલા પહેલા જ એમનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. એમનો શરૂઆતનો સમય ઘણો ગરીબીમાં વીત્યો. પિતાને વેપારમાં નુકસાન થવાને લીધે એ પુણેની એક કેન્ટીનમાં કામ કરતા હતા.



ત્યાંથી જ એમનું ફિલ્મો તરફ આવવાનું થયું. આ કેન્ટીનમાં એ સમયની મશહૂર અદાકારા દેવિકા રાનીની નજર દિલીપ કુમાર પર પડી. એમણે દિલીપ ફિલ્મોમાં કામ કરવાની ઓફર આપી, પણ એમણે એ સમયે નાં પાડી દીધી. પછી દિલીપ દેવિકા રાની સાથે લેખક તરીકે કામ કરવા તૈયાર થયા. ત્યારબાદ એ હિન્દી સિનેમા ના સૌથી મોટા અભિનેતા બનીને બહાર આવ્યા. બોલીવુડમાં એમને ‘ટ્રેજેડી કિંગ’ અને ‘દ ફર્સ્ટ ખાન’ ના નામે પણ ઓળખવામાં આવે છે. એમણે પોતાનું નામ બદલવાની કહાની પણ એક ઈન્ટરવ્યુંમાં જણાવી હતી.



આ ઈન્ટરવ્યું દરમિયાન એમની પાસે નામ બદલવા પાછળની કહાની જાણવા ઈચ્છી તો દિલીપ કુમારએ એની પાછળનો આખો કિસ્સો જણાવ્યા કહ્યું,’સાચું કહું તો પિટાઈની બીકે મેં મારું નામ બદલ્યું હતું. મારા પિતા ફિલ્મોમાં કામ કરવાના સખ્ત વિરુદ્ધમાં હતા. પાકિસ્તાનમાં એમના એક મિત્ર હતા લાલ બશેશરનાથ, જેમના દીકરા પૃથ્વીરાજ કપૂર પણ એક સારા અભિનેતા હતા. મારા પિતા બશેશરનાથને અવારનવાર ફરિયાદ કરતા હતા કે તમે આ શું કર્યું છે કે તમારો દીકરો જુઓ શું કામ કરે છે? તો હું જયારે ફિલ્મોમાં આવ્યો તો મને પિતાજીની એ ફરિયાદ સારી રીતે યાદ હતી. મેં વિચાર્યું કે જો એમને ખબર પડશે તો ઘણા નારાજ થશે.



અભિનેતા દિલીપ કુમારએ જણાવ્યું કે એ સમયે મારી સામે બે થી ત્રણ નામના વિકલ્પ હતા. પહેલો યુસૂફ ખાન, બીજો દિલીપ કુમાર અને વાસુદેવ. પછી મેં કહ્યું કે બસ યુસુફ ખાન રહેવા દો, બાકી જે ઈચ્છા હોય એ નક્કી કરી લો. આ વાતને ૨ થી ૩ મહિના પછી ક્યાંકથી મને ખબર પડી કે મારું નામ દિલીપ કુમાર થઇ ગયું છે. દીદાર (૧૯૫૧), અને દેવદાસ (૧૯૫૫) જેવી ફિલ્મોમાં ગંભીર ભૂમિકાઓ માટે મશહૂર થયા પછી દિલીપ કુમારને ટ્રેજેડી કિંગનું ઉપનામ મળ્યું હતું. ૧૯૯૮ માં બનેલી ફિલ્મ ‘કિલા’ એમની છેલ્લી ફિલ્મ હતી.