ટીવીની સૌથી પ્રખ્યાત સીરીયલ ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ માટે મશહૂર જેઠાલાલનું પાત્ર નિભાવવાવાળા અભિનેતા દિલીપ જોશી જેટલા ખુશ મિજાજ પડદા પર દેખાય છે એટલા જ એ રીયલમાં પણ છે. દિલીપ જોશીની દીકરી નિયતિ જોશીના લગ્નનું ફંક્શન હમણાં જ પૂરું થયેલ છે અને એમની દીકરી ૧૧ ડિસેમ્બરના લગ્નના બંધનમાં બંધાઈ જશે.
નિયતિની પણ પ્રી વેડિંગ સેરેમની શરુ થઇ ચુકી છે જેના કેટલાક ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. પ્રી વેડિંગ સાથે જોડાયેલ એક વિડીયો સામે આવ્યો છે જેમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી જોરદાર ડાંસ કરી રહ્યા છે જેને ફેંસ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
દિલીપ જોશીનો આ વિડીયો એક ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે દિલીપ જોશીએ ગ્રીન કુર્તો પહેર્યો છે. તેઓ ઢોલ નગાડા પર જોરદાર ડાંસ કરતા દેખાઈ રહ્યા છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે જેઠાલાલ એક ઢોલ વગાડવાવાળા વ્યક્તિ સાથે ઉભા છે અને સાથેજ બીટ પકડીને નાચી રહ્યા છે. એની પાછળ ડીજેનું સંગીત વાગી રહ્યું છે જ્યાં મહેમાન ઘેરો બનાવીને ડાંસ કરતા દેખાઈ રહ્યા છે.
આ વિડીયોમાં જેઠાલાલના ગરબાની ઝલક પણ દેખાઈ રહી છે અને પાછળ બેકગ્રાઉન્ડમાં અમુક મહિલાઓ દાંડિયા લઈને દેખાઈ રહી છે. આ દરમિયાન દિલીપ જોશીના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી સાફ છલકાઈ રહી છે. દિલીપ જોશીએ ખુદ જ પોતાની દીકરીની તૈયારીની દેખરેખ કરી છે. એમણે પોતાની દીકરીના રીસેપ્શનને ભવ્ય બનાવવામાં કોઈ કસર છોડી નથી.
જણાવી દઈએ કે, નિયતિ દિલીપ જોશીની મોટી દીકરી છે. નિયતિના લગ્ન અને રીસેપ્શન મુંબઈની તાજ મહેલ હોટેલ પેલેસમાં આયોજન કરવામાં આવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે લગ્નમાં તારક મેહતાની ટીમ પણ જોવા મળી છે. ફેન્સને આશા છે કે બની શકે કે દયાબેન એટલે કે અભિનેત્રી દિશા વાકાની પણ જોવા મળે.
જોકે એની કોઈ પાકી ખબર નથી મળી. પરંતુ ચર્ચા થઇ રહી છે કે દિશા વાકાની એ લગ્નમાં હાજરી આપી નથી. જોકે લગ્ન પહેલા એ દિલીપ જોશીના પરિવારને જરૂર મળશે. એ સિવાય લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો જોવા મળી શકે છે.

કોણ છે નિયતિના પતિ?
રિપોર્ટનું માનીએ તો નિયતિના પતિનું નામ યશોવર્ધન મિશ્રા છે અને એ જાણીતા લેખક અશોક મિશ્રાના દીકરા છે. કહેવાઈ રહ્યું છે કે બંને કોલેજથી એકબીજાને ઓળખતા હતા. એ પછી આ બંને એ ઘણો સમય એકબીજાને ડેટ કર્યું. એ પછી લગ્ન કરવાનો નિર્ણય કર્યો.