બ્રિટનમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લગ્નના 3 દિવસ પહેલા દુલ્હને બાળકને જન્મ આપ્યો અને મહિલાને ખબર નહોતી કે તે પ્રેગનેન્ટ છે. લગ્નના 3 દિવસ પહેલા જ્યારે તેને ખબર પડી ત્યારે બવાલ મચી ગયો હતો.
મહિલાએ શૅર કરી કહાણી
40 વર્ષની લિસાએ પોતાની કહાણી સોશ્યલ મીડિયા પર કહી છે. તેણે કહ્યું કે, મે વિચાર્યુ હતુ કે મા બનવા માટે હું હવે ઘરડી થઇ ગઇ છું પરંતુ લગ્નના 3 દિવસ પહેલા અચાનક પ્રસવ પીડા ઉપડી હતી અને સીધી હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. લિસાએ કહ્યું હું, બાથરૂમમાં ગઇ તો હું સમજી ગઇ હતી કે આ સામાન્ય નથી કારણકે હું લોહીથી લથપથ થઇ ગઇ હતી. બાદમાં જે થયું તે તો સાવ ચોંકાવનારું હતુ કારણકે મેં બાળકને જન્મ આપ્યો હતો. 3 દિવસ પછી જ મારા લગ્ન હતા અને આ પરિસ્થિતિ મારા માટે સહેજ પણ નોર્મલ નહોતી.
વજન વધવાની જગ્યાએ ઓછુ થઇ ગયુ હતુ
સામાન્ય રીતે પ્રેગનેન્સીમાં વજન વધે છે પરંતુ લિસાનું વજન ઓછુ થઇ રહ્યું હતું. તેને પ્રેગનેન્સીના સામાન્ય લક્ષણ પણ નહોતા જેમાં સ્તનમાં દર્દ થવું કે બેચેની અનુભવવી સામેલ છે.
પ્રેગનેન્સી ટેસ્ટ આવ્યો હતો નેગેટીવ
લિસાએ કહ્યું કે 2 મહિના સુધી તેને પીરિયડ્સ ન આવ્યા તો તેણે પ્રેગનેન્સી ટેસ્ટ પણ કરાવ્યો હતો.જેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું હતુ. બાદમાં તેણે માની લીધું હતું કે મેનોપોઝની શરૂઆત છે. ચાર મહિના બાદ ફરી ટેસ્ટ કર્યો ત્યારે પણ નેગેટીવ આવ્યો હતો.
થનારો પતિ હોસ્પિટલ લઇને પહોંચ્યો
લિસાએ કહ્યું, હું મારા થનારા જીવનસાથી જેસન સાથે લગ્ન કરવાની હતી. તેને હું એક રેસ્ટોરન્ટમાં મળી હતી અને લગ્નના 3 દિવસ પહેલા તે બાથરુમમાં ગઇ તો તે લોહીમાં લથપથ થઇ ગઇ હતી ત્યારે મને લાગ્યું કે આ સામાન્ય નથી.
ઓપરેશન બાદ બાળકનો જન્મ
પ્લેસેન્ટા ટુટવાનો મતલબ કે બાળક જલ્દી જ પોતાની માતા દ્વારા લોહીની અપૂર્તિ ગુમાવવાનું હતું. ડૉક્ટરે સી સેક્શન ડિલીવરી કરીને પ્રીમેચ્યોર બાળકને બહાર કાઢ્યો હતો. ત્યારે તેનું વજન 1.92 કિલો હતું.