જ્યોતિષશાસ્ત્રમાં ડાયમંડના માધ્યમથી વ્યક્તિની કિસ્મત ચમકાવવાની વાત જોવા મળે છે. પરંતુ આ નંગ પણ તમારે જ્યોતિષ સલાહ વિના ના પહેરવા જોઈએ. દરેક નંગની એક અલગ ખાસિયત અને નુકસાન હોય છે. આ વસ્તુ તમારી રાશિ પર પણ નિર્ભર કરે છે. નંગ એક એવું રત્ન છે જે બધાને આકર્ષિત કરે છે. એ પહેરવાનું સપનું સૌ કોઈ જુવે છે. પરંતુ નંગ જ્યોતિષ સલાહ વિના ના પહેરવા જોઈએ. નહીતો એ અશુભ હોઈ શકે છે. ખાસ તો આ ૬ રાશિઓ માટે નંગ પહેરવો શુભ નથી.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોએ નંગ પહેરતા બચવું જોઈએ. આ રાશિનો શુક્ર બીજા કે સાતમાં ભાવનો સ્વામી હોય છે. એવામાં મેષ રાશિના જાતકો માટે નંગ પહેરવો શુભ નથી માનવામાં આવતો. જો તમે એ પહેરી લો છો તો એ તમારા જીવનની મુશ્કેલીઓ વધારી દે છે. એના લીધે તમારા જીવનમાં એક પછી એક ઘણી સમસ્યાઓ આવવા લાગે છે.
કર્ક રાશિ
એમ તો કર્ક રાશિના જાતકોએ નંગ ના પહેરવો જોઈએ, પરંતુ જો તમારી ઉપર શુક્રની મહાદશા છે તો હીરો પહેરવો તમારા માટે સારું સાબિત થઇ શકે છે. જોકે, સાવચેતી રૂપે તમે કોઈ જાણકાર જ્યોતિષાચાર્ય પાસેથી સલાહ લીધા પછી જ ધારણ કરો. જરૂરિયાત વિના જો તમે નંગ પહેરી લીધો તો દુર્ભાગ્ય તમારી પાછળ હાથ ધોઈને પડી જશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહને શુભ નથી માનવામાં આવતો. એવામાં એમને નંગ પહેરવાની સલાહ નથી આપવામાં આવતી. એટલે એમણે જ્યોતિષ સલાહ વિના હીરો ના પહેરવો જોઈએ. જો એ હીરો પહેરી લે છે તો એમના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડી શકે છે. સાથેજ ધન હાનિના યોગ પણ બની શકે છે. એટલે અશુભ ફળની પ્રાપ્તિથી બચવા માટે સિંહ રાશિના નંગ ના પહેરે.
વૃષિક રાશિ
વૃષિક રાશિના લગ્નના સ્વામી મંગળ માનવામાં આવે છે. મંગળ અને શુક્રનો એકબીજા સાથે ૩૬ નો આંકડો હોય છે. એટલે કે બંનેમાં દુશ્મની હોય છે. એટલે આ રાશિના લોકો પણ હીરો ના પહેરે. જો તમે ભૂલમાં હીરો પહેરી લીધો તો તમારા જીવનમાં સમસ્યાઓનો વરસાદ થઇ શકે છે. તમારું બનતું કામ પણ બગડી શકે છે. એટલે તમારે હીરો પહેરવાનું વિચારવું પણ ના જોઈએ.
ધન રાશિ
ધન રાશિના જાતક પણ નંગ પહેરવાનું ના વિચારે એ જ સારું છે. નંગ તમારા માટે શુભ નથી. જો તમે એ ધારણ કરો છો તો તમને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તમારી કિસ્મત પણ તમારો સાથ આપવાનું છોડી શકે છે. એવામાં નંગથી દૂરી જાળવી રાખવી જ તમારા માટે ઉત્તમ વિકલ્પ છે. નહીતો તમારા જીવનની સમસ્યાઓ વધતા વાર નહીં લાગે.
મીન રાશિ
આ રાશિમાં શુક્ર ગ્રહ ત્રીજા અને આઠમાં ભાવના સ્વામી છે. મીન રાશિના લગ્નના સ્વામી બૃહસ્પતિ છે, એ દેવ ગુરુ છે, બીજી તરફ શુક્ર દૈત્ય ગુરુ માનવામાં આવે છે. આ બંને વચ્ચે દુશ્મની હોવાને લીધે મીન રાશિના જાતકોને નંગ પહેરવાની અનુમતિ નથી આપવામાં આવતી. આ એમના માટે અશુભ ફળ લાવે છે.