પૌત્રના લગ્નમાં પહેલીવાર જોવા મળી ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની ખાટી-મીઠી કેમિસ્ટ્રી, સની પણ તેની પત્ની સાથે જોવા મળી

એક્ટર કરણ દેઓલે પોતાના લગ્નની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે, આ તસવીરમાં પરિવારના તમામ સભ્યો જોવા મળી રહ્યા છે. કરણ દેઓલે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તેની પત્ની દ્રિષા આચાર્ય પણ જોવા મળી રહી છે. કરણ અને દ્રિષા ઉપરાંત ધર્મેન્દ્ર, તેની પહેલી પત્ની પ્રકાશ કૌર, સની દેઓલ, પૂજા દેઓલ, બોબી દેઓલ, અભય દેઓલ પણ આ અનસીન તસવીરોમાં જોવા મળે છે.

આ તસવીરોની ખાસ વાત એ છે કે ધર્મેન્દ્ર તેની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે પોઝ આપતા જોવા મળે છે. કરણ અને દ્રિષાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ કપલના રિસેપ્શનમાં સલમાન ખાન, આમિર ખાન, સુભાષ ઘાઈ, પ્રેમ ચોપરા, પૂનમ ધિલ્લોન સહિત તમામ બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. સની દેઓલનો પુત્ર કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય 18 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્નમાં દેઓલ પરિવાર સાથે ઘણા સેલેબ્સ પણ સામેલ થયા હતા.

ધર્મેન્દ્ર અને તેની પ્રથમ પત્ની

પ્રથમ તસવીરમાં, કરણ અને દ્રિષાની પાછળ, ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌર બંનેને હસતા અને આશીર્વાદ આપતા જોવા મળે છે. ફોટામાં કરણના માતા-પિતા સની દેઓલ અને માતા પૂજા દેઓલ પણ કપલ સાથે પોઝ આપતા જોવા મળે છે. બાકીની તસવીરોમાં પરિવારના બાકીના સભ્યો પણ નજરે પડે છે. દરેક વ્યક્તિ કરણ અને દિશા સાથે તસવીરો માટે પોઝ આપતાં જોઈ શકાય છે. અભય દેઓલે પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. છેલ્લી તસવીરમાં સની અને કરણ એકસાથે ઉભા જોવા મળે છે. આ ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કરણે ફોટો પર લખ્યું-

તસવીરો શેર કરતા કરણે પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, “હું પરિવારના ઘણા બધા આશીર્વાદ અને સમર્થન માટે આભારી છું, આખા પરિવારને એકસાથે જોઈને ખૂબ જ ખુશ છું.” બોબી દેઓલે પણ આ તસવીરો પર પ્રતિક્રિયા આપી છે. એક ચાહકે લખ્યું, “સુંદર પરિવારની તસવીરો. અભિનંદન.”