ધનતેરસ પર છે ગરીબી દૂર કરવાનું સૌથી મોટું મુહુર્ત, ફક્ત ૫ રૂપિયાના પ્રસન્ન થશે માં લક્ષ્મી

હિન્દુઓનો અને ભારતનો સૌથી મોટો તહેવાર દિવાળી નજીક આવી રહ્યો છે. આ તહેવાર દેશના ખૂણા ખૂણામાં ધૂમધામથી મનાવવામાં આવે છે. રોશનીથી ભરેલ આ તહેવાર સનાતન ધર્મ માટે શરુથી ખાસ રહ્યો છે. સનાતન ધર્મમાં શરૂથી જ આ તહેવારના ખાસ મહત્વ વિષે જણાવવામાં આવ્યું છે. દિવાળી એક બે દિવસ નહિ પણ પાંચ દિવસોનો તહેવાર હોય છે. ધનતેરસથી જ દિવાળી શરુ થઇ જાય છે.

ધનતેરસ આ તહેવારનો સૌથી મહત્વનો દિવસ હોય છે. ધનતેરસનો તહેવાર કારતક કૃષ્ણ તેરસના ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસનો તહેવાર ૨ નવેમ્બર ૨૦૨૧ મંગળવારના છે.ધનતેરસના દિવસે ધન, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની વિશેષ રૂપથી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન કારતક માસની કૃષ્ણ પક્ષની તેરસના ભગવાન ધનવંતરી હાથોમાં કળશ લઈને સમુદ્રથી પ્રકટ થયા હતા.

એટલે આ દિવસે આભૂષણ, વાસણ, વાહન વગેરે ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવામાં આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું જે ધનતેરસના કરવાથી તમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહિ થાય.

માં લક્ષ્મીને ભોગ લગાવવાનું ના ભૂલતાહિન્દૂ ધર્મમાં દરેક પ્રકારના તહેવાર પર પતાશાનો ઉપયોગ ભોગ તરીકે કરવામાં આવે છે. એટલે આ દિવસે પણ માં લક્ષ્મીને પતાશાનો ભોગ લગાવો. એનાથી તમારી ઉપર લક્ષ્મી માં ની કૃપા થશે.

ઘરની તિજોરી પર ઘુવડનો ફોટો ચીપકાવવોદેવી લક્ષ્મીનું વાહન ઘુવડ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે. એવામાં ઘરમાં જ્યાં પણ તમે પૈસા રાખો છો એ જગ્યાએ ધનતેરસના દિવસે ઘુવડનો ફોટો લગાવો. એનાથી ઘરમાં બરકત આવે છે.

આખા ધાણાનો કમાલધનતેરસના દિવસે ૫ રૂપિયાના આખા ધાણા લો અને માતા લક્ષ્મી અને ભગવાન ધનવંતરીની સામે રાખી દો. ભગવાનની સામે તમારી મનોકામના જણાવ્યા પછી એને માટીમાં ગાળી દો. એ ધાણા તિજોરીમાં પણ રાખી દો.

દીપદાનનો લાભજો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને ખુદ દેવામાં ડૂબેલા છો તો ધનતેરસના દિવસે ૫ રૂપિયાના દીવા ખરીદી લાવો અને ઘરની બહાર દીપમાળા બનાવીને કરો. આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પૂરી થશે.

ધનતેરસ મુહુર્ત

 • સાંજે ૬.૧૮.૨૨ થી ૮.૧૧.૨૦ સુધી.
 • આ કાળમાં પૂજા અને ખરીદી બંને થઇ શકે છે.
 • વૃષભ કાળ સાંજે ૦૬.૧૮ થી ૦૮.૧૪ સુધી.
 • નિશિતા મુહુર્ત રાતે ૧૧.૧૬ થી ૧૨.૦૭ સુધી.

દિવસના ચોઘડિયા

 • લાભ પ્રાત : ૧૦.૪૩ થી ૧૨.૦૪ સુધી.
 • અમૃત બપોરે : ૧૨.૦૪ થી ૧.૨૬ સુધી
 • શુભ બપોરે ૦૨.૪૭ થી ૦૪.૦૯ સુધી.રાતનું ચોઘડિયું

 • લાભ : ૦૭.૦૯ થી ૦૮.૪૮ સુધી.
 • શુભ : ૧૦.૨૬ થી ૧૨.૦૫ સુધી.
 • અમૃત : ૧૨.૦૫ થી ૦૧.૪૩ સુધી.

અભિજિત મુહુર્ત

 • સવારે ૧૧.૪૨ થી બપોરે ૧૨.૨૬ સુધી મુહુર્ત ખરીદ માટે આ શુભ છે.
 • વિજય મુહુર્ત : બપોરે ૦૧.૩૩ થી ૦૨.૪૮ સુધી.
 • ગોધૂલિ મુહુર્ત : સાંજે ૦૫.૦૫ થી ૦૫.૨૯ સુધી.
 • પ્રદોષ કાળ : ૦૫.૩૫ મિનીટ અને ૩૮ સેકંડ થી ૦૮ વાગીને ૧૧ મિનીટ અને ૨૦ સેકન્ડ સુધી રહેશે. આ કાળમાં પૂજા કરી શકાય છે.