માં અને બાળકનો સંબંધ દુનિયાનો સૌથી મજબૂત સંબંધ હોય છે. એક માં માટે એનું બાળક હંમેશા બાળક જ રહે છે. પછી એ ગમે તેટલો મોટો કેમ ના થઇ જાય. એક માં પોતાના લાડલાની ચિંતા કરવાનું છોડતી નથી. એની બસ એ જ ઈચ્છા રહે છે, કે મારો દીકરો કે દીકરી જીવનમાં ખૂબજ આગળ વધે, પ્રગતિ કરે, મુશ્કેલીથી દૂર રહે, અને સુરક્ષિત પણ રહે. તમારી આ મનોકામના ગણેશજી પૂરી કરી શકે છે. ગણેશજીને ભાગ્ય વિધાતા પણ કહેવામાં આવે છે. એવામાં બાળકો ખુદ જો પોતાના ભાગ્યને પ્રબળ બનાવવા માટે ઉપાય ના કરી શકે તો એ જવાબદારી એમની માં એ લેવી પડે છે. એજ કારણ છે કે આજે અમે તમને કેટલાક એવા કામ જણાવવા જઈ રહ્યા છે, અને જો એ કામ બુધવારના દિવસે માં દ્વારા કરવામાં આવે તો બાળકોનું ભાગ્ય ચમકી શકે છે.
૧. બુધવારના દિવસે ગણેશજીની આરતી અને પૂજા કરો. એ પછી પહેલી આરતી ગણેશજીને આપો અને પછી ઘરના બાળકોને આપો.એવું કરવાથી એમની ઉપર રોજ જ ગણેશજીના આશીર્વાદ રહેશે. તમારું બાળક દિવસના જે પણ કાર્ય કરશે, એમાં કોઈ અડચણ નહીં આવે. સાથે જ એની સુરક્ષા કરવામાં પણ ગણેશજી હંમેશા તત્પર રહેશે.
૨. બુધવારે દરેક માં એ ગણેશજીની સામે કઈક ભોગ કે પ્રસાદી ચડાવવી જોઈએ. એ પ્રસાદ તમારા બાળકને પણ આપો. એ પછી જ એમને ઘરેથી બહાર મોકલો. એવું કરવાથી તમારા બાળકને કોઈ પણ મુશ્કેલી કે ખરાબ શક્તિ સ્પર્શ નહીં કરી શકે. એ સાથે જ એને સદબુદ્ધિ મળશે અને એ હંમેશા સાચી દિશામાં આગળ વધશે. જીવનમાં કોઈ ખોટું કામ નહીં કરે.
૩. બુધવારે તમારા બાળકોના હાથેથી ગાયને રોટલી જરૂર અપાવો. હિંદુ ધર્મનું માનીએ તો ગાયમાં ૩૩ કરોડ દેવતા નિવાસ કરે છે.એવામાં ગાયને ભોજન આપવાથી તમારા બાળકોને ઘણી દુવાઓ મળશે.

૪. દાન કરવું પણ એક મોટો ધર્મ હોય છે. એવામાં માં ને બાળકના હાથે બુધવારે કોઈ વસ્તુનું દાન ચોક્કસ કરાવવું જોઈએ. દાનમાં પૈસા, ભોજન કે વસ્તુ ગમે તે હોઈ શકે છે. આ દાન તમે કોઈ ગરીબને કે કોઈ મંદિર કે સંસ્થામાં દાન તરીકે પણ આપી શકો છો.
૫. બુધવારના દિવસે માં પોતાના બાળકને નજરનો કાળો ટીકો પણ જરૂર લગાવે. એવું કરવાથી આખું અઠવાડિયું કોઈ પણ એનું ખરાબ નહી કરી શકે. એ સાથેજ ભૂત, પ્રેત, જેવી નકારાત્મક શક્તિઓ પણ એનાથી દૂર જ રહેશે.

આશા છે કે તમને આ ઉપાય જરૂર ગમ્યા હશે. પોતાના બાળકોની ભલાઈ માટે તમે આ બધા કામ બુધવારના દિવસે કરી શકો છો. આ બધા કાર્ય એક જ દિવસે કરવા જરૂરી નથી, એટલે તમે આ બધા કામ અલગ અલગ બુધવારે કરી શકો છો. માતા પોતાના બાળકો માટે બુધવારના દિવસે ગણેશજીના નામનું વ્રત પણ કરી શકે છે. તમને આ માહિતી ગમી હોય તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા. ખાસ તો બીજી માતાઓ સાથે એને જરૂર શેર કરો, જેથી એ આ ઉપાય દ્વારા પોતાના બાળકોનું ભલું કરી શકે.