કોલેસ્ટ્રોલથી લઈને ડાયાબિટીસ માટે છે સૌથી અસરકારક, જાણો નાગલીના આ ફાયદાઓ…

આપણા શરીરને વિવિધ પ્રકારના તત્વોની જરૂર પડે છે. જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ તત્વો આપણા શરીરમાં ખુબ જ ઉપયોગી હોય છે. જેમાંથી કેલ્શિયમ એક મુખ્ય તત્વ છે. જે શરીરમાં હાડકા અને સાંધાની સમસ્યા માટે ઉપયોગી છે. આ માટે આપણે બધા દૂધનું સેવન કરીને તેમાંથી આ કેલ્શીયમ મેળવીએ છીએ. પરંતુ ઘણા લોકોને દૂધની એલર્જી પણ હોય છે. જેથી આવા લોકો દૂધ પીને દૂધમાંથી કેલ્શિયમ મેળવી શકતા નથી.

ઘણા લોકોને દૂધ કે દુધની બનાવટોથી પણ એલર્જી હોય છે. જેથી દૂધમાંથી બનાવેલી કોઈ વસ્તુનું સેવન પણ કરી શકતા નથી. આવા સમયે દૂધની અવેજીમાં બીજો કોઈ ઉપાય શોધવો જોઈએ. કે જેમાંથી કેલ્શિયમ મળી શકે. આ રીતે કેલ્શિયમનાં એક સ્ત્રોત તરીકે નગલીનો ઉપાય તમને બતાવી રહ્યા છીએ. જેને રાગી પણ કહેવામાં આવે છે. આ રાગી શરીરમાં કેલ્શિયમ પૂરું પાડે છે.



નાગલીનો ઉપયોગ કરવા માટે તમારે તેના લોટને પીસીને તેને ઘઉનાં લોટમાં 7:3 નાં ગુણોતરમાં ભેળવીને ઉપયોગમાં લેવું જોઈએ. જે તમારા માટે ખુબ જ લાભદાયી થાય છે. આ રાગીને અંકુરિત થયા બાદ પણ ખાઈ શકાય છે. રાગીનીમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન્સ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ તેમજ ઘણા બધા પોષકતત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે ખુબ જ ઉપયોગી છે. આ રાગી લાલ કલરની બોરના આકારની હોય છે. જે બજારમાંથી મળી રહે છે.



આ નાગલી શરીરમાં ઓસ્ટીયોપોરોસીસના જોખમ સામે રક્ષણ આપે છે. જે શરીરમાં કેલ્શિયમ વધારે છે. આ કારણોસર તે હાડકામાં માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે તે જ હાડકાને મજબુત પણ બનાવે છે. નિયમિત રીતે આહારમાં નાગલીનું આ રીતે સેવન કરવામાં આવે તો તે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આપણે નિયમિત રીતે જો ખોરાકમાં આ રીતે રાગીનું સેવન કરીએ તો શરીરમાં દાંત અને દાંતને લગતા રોગોની સમસ્યા દૂર કરે છે.