ભગવાન હયાત છે કે નહી ? તૌકતે વાવાઝોડું પણ સોમનાથ અને દ્વારકા મંદિરનું કંઇ બગાડી શક્યુ નહી

તૌકતે વાવાઝોડાના કારણે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ અને હવા ચાલી હતી. લોકોના ઘરના છાપરા ઉડી ગયા અને સાથે સાથે અમિતાભ બચ્ચન જેવા સેલેબની ઓફિસમાં પાણી ભરાઇ ગયુ પરંતુ સોમનાથ મંદિરમાં એક કાંકરી પણ ઉડી નથી.

દરિયાની બિલકુલ બાજુમાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. ત્યારે દ્વારકા અને સોમનાથ મંદિરની કાંકરી પણ હલી શકી નહોતી.સોમનાથ મંદિર ટ્રસ્ટના મેનેજરે કહ્યું હતુ કે, સોમનાથ દાદાની અમીદ્રષ્ટી ફરી એકવાર જોવા મળી છે અને લોકોનો ભગવાન પર ભરોસો કાયમ થયો છે. આટલા ભારે પવન અને વરસાદ વચ્ચે પણ મંદિરની ધજા તેમજ ત્રીશુળ સ્હેજ પણ હલ્યુ નહોતું. સોમનાથ કે દ્વારકા મંદિરની મિલકતને નુકસાન થયુ નથી.

સોમવારે દ્વારકા મંદિરમાં 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી પરંતુ તે ધજાને પણ કંઇ થયુ નહોતું. સતના આનાથી વધારે શું પારખા હોઇ શકે. મહત્વનું છે કે આ બંને મંદિર દરિયા કિનારે આવેલા છે. તેમ છતાં થોડુ પણ નુકસાન થયુ નથી.ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં પહેલુ લિંગ ગુજરાતના સોમનાથમાં આવેલુ છે. જેના કારણે ભારતમાં પણ સોમનાથ મહાદેવનું અનોખુ મહત્વ છે. સોમનાથ મહાદેવ વિશે ઘણી કહાણીઓ અને વિચારો બહાર આવ્યા છે.

ભક્તો પોતાની ભક્તિ કરે છે અને તેમની શ્રદ્ધાનો પરચો ફરી એકવાર સામે આવ્યો છે. આટલા ભયંકર વાવાઝોડા છતાં મંદિરની ધજા સ્હેજ સરખી પણ ફાટી નથી. મંદિરની મિલકતને પણ નુકસાન થયુ નથી.