મગરે અચાનક દિવ્યાંકા પર કર્યો હુમલો, કાંડા પર ભર્યુ બચકુ પછી જે થયુ…

ટેલિવીઝન શો ખતરો કે ખેલાડી ખુબ ફેમસ છે. તેમાં રોહીત શેટ્ટી હોસ્ટ હોય છે અને અલગ અલગ કન્ટેસ્ટન્ટ ભાગ લે છે. હાલમાં જ શોની કન્ટેસ્ટન્ટ દિવ્યાંકા ત્રિપાઠી ઇજાગ્રસ્ત થઇ છે.



ખતરો કે ખેલાડી શોમાં અલગ અલગ ખતરાઓ સામે લડવાના ટાસ્ક હોય છે અને તે જોવાની દર્શકોને પણ ખુબ મજા આવે છે. ઘણીવાર એવું થાય છે કે ટાસ્ક કરતા કરતા કન્ટેસ્ટન્ટ ઇજાગ્રસ્ત થઇ જાય છે. હાલમાં જ દિવ્યાંકા સેટ પર ઇજાગ્રસ્ત થઇ હતી. મગરે તેના કાંડા પર બચકુ ભર્યુ છે.

સતત સોશ્યલ મિડીયા પર એક્ટિવ રહેતી દિવ્યાંકાએ પોતાની એક તસવીર શૅર કરી છે જેમાં તેના કાંડા પર નિશાન દેખાઇ રહ્યાં છે. આ તસવીર જોયા બાદ દિવ્યાંકાના ફેન્સ ચિંતામાં મૂકાયા છે તે તેને આ ઇન્જરી કેવી રીતે થઇ.



દિવ્યાંકાને ખતરો કે ખેલાડીના સેટ પર આ ઇજાઓ થઇ છે અને તેની માહીતી પણ એક્ટ્રેસે પોતે જ આપી છે. તેણે લખ્યું કે, હું પ્રકૃતિને એટલો પ્રેમ કરુ છુ કે મગરના ચામડાનો ઉપયોગ નથી કરતી. તેના નિશાન મોઢા અને હાથ પર લઇને ફરી રહી છું.

દિવ્યાંકા આ જ તસવીરોના કારણે હેડલાઇન્સમાં છે તેમજ લોકો તેના ખબર અંતર પણ પૂછી રહ્યાં છે. મગર સાથેના એક્ટ બાદ લોકો તેની ખુબ પ્રશંસા કરી રહ્યાં છે.



દિવ્યાંકાને ઇશિતા ભલ્લાના પાત્રથી ઘર ઘરમાં ઓળખાણ મળી હતી. રુહીની માતા અને રમણ ભલ્લાની પત્ની તરીકે ઇશિતાએ ખુબ સારો અભિનય કર્યો હતો. એક સાઉથ ઇન્ડિયન ઘરની છોકરી પંજાબી ઘરમાં લગ્ન કરીને જાય છે. તે બાદ ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે.

દિવ્યાંકાએ વિવેક દાહીયા સાથે લગ્ન કર્યા છે. વિવેક પણ યે હૈ મોહાબ્બતે સિરીયલમાં દિવ્યાંકાની સાથે જ હતો અને બંનેને સેટ પર પ્રેમ થયો હતો. જે બાદ કપલે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ. થોડા સમયના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.