જાણો કેટલી છે કોમેડિયન રાજપાલ યાદવની કુલ સંપતિ, જાણીને હલી જશે દિમાગ

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકાર છે, જેમણે પોતાના ઉત્તમ અભિનયના દમ પર લોકોનું દિલ જીત્યું છે. એ કલાકારોમાંથી એક બોલીવુડમાં હાસ્ય અભિનેતા તરીકે પોતાની જગ્યા બનાવવા વાળા રાજપાલ યાદવ છે. અત્યારના સમયમાં રાજપાલ યાદવ કોઈના પરિચયના મોહતાજ નથી. ફિલ્મી કરિયરમાં ઘણા વર્ષોના કઠીન સંઘર્ષ પછી રાજપાલ યાદવએ હાસ્ય અભિનેતાની છવિ સાબિત કરી છે.

ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જીલ્લાના નાના શહેર કુંદ્રામાં જન્મેલા રાજપાલ યાદવે પોતાના જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કર્યો છે પણ એમણે પોતાની મહેનત અને લગનથી આજે ઇન્ડસ્ટ્રીમાં સારું નામ કમાઈ લીધું છે. રાજપાલ યાદવની સારી ફેન ફોલોઈંગ પણ છે. થિયેટરથી બોલીવુડની ફિલ્મો હોય કે પછી ટીવીનો નાનો પડદો, રાજપાલ યાદવે લગભગ દરેક ફોર્મેટમાં પોતાની એક્ટિંગનો જાદૂ દેખાડ્યો છે.કદાચ જ કોઈને એ વાત ખબર હશે કે રાજપાલ યાદવે પોતાના કરિયરની શરુઆત નકારાત્મક ભૂમિકાથી કરી હતી. એમણે આ પાત્ર પણ ઉત્તમ રીતે નિભાવ્યું હતું.રાજપાલ યાદવમાં અભિનયનું હુનર બાળપણથી જ હતું. શરુઆતના શિક્ષણ પછી એમણે આગળનું ભણવા માટે શાહજહાંપુર તરફ ગયા અને અહિયાથી એમને એક્ટિંગનો ચસ્કો લાગ્યો હતો.પોતાના આ શોકને પૂરો કરવા માટે એ દિલ્લીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સુધી પહોંચી ગયા.

રાજપાલ યાદવે હિન્દી સિનેમામાં પોતાની શાનદાર કોમેડીના દમ પર એક અલગ જ ઓળખ બનાવી છે. પોતાની કોમિક ટાઈમિંગ અને પોતાના અભિનયથી એ લોકોનું દિલ જીતવામાં સફળ થયા. રાજપાલ યાદવે દૂરદર્શનની ટેલિવિઝન સીરીયલ ‘મુંગેરી કે ભાઈ નૌરંગીલાલ’ માં પણ કામ કર્યું છે. એ પછી એમણે કોમેડી તરફ પોતાનું ધ્યાન આપ્યું. રાજપાલ યાદવ હંગામા, રેસ અગેઈન્સ્ટ ટાઈમ, ચુપ ચુપ કે, ગરમ મસાલા, ફિર હેરાફેરી, ઢોલ જેવી ફિલ્મોમાં ઉત્તમ અભિનય કર્યો છે. એ પોતાની કોમેડીથી લોકોને હંસાવી હંસાવી લોટપોટ કરી દે છે.રાજપાલ યાદવની બોલીવુડમાં ઘણી લાંબી સફર રહી છે અને આજે પણ એ ઇન્ડસ્ટ્રીમાં સકીય્ર છે. રાજપાલ યાદવ પોતાની ઉત્તમ કોમેડીની સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છવાયેલા રહે છે. એ એક રોયલ જીવનશૈલીથી જીવે છે. ફિલ્મોમાં કોમેડી કરીને રાજપાલ યાદવ સારી કમાણી કરે છે અને એ કરોડોની સંપતિના પણ માલિક છે.

રાજપાલ યાદવે પોતાના કરિયરમાં ઘણી પ્રકારની ભૂમિકા નિભાવી છે અને એ હિન્દી સિનેમાના સૌથી અમીર કોમેડિયનમાંથી એક માનવામાં આવે છે.એક રીપોર્ટ મુજબ,રાજપાલ યાદવની કુલ સંપતિ ૫૦ કરોડ રૂપિયા છે. વર્ષ ૨૦૨૧ માં એમની કુલ સંપતિ ૭ મીલીયન ડોલર જણાવવામાં આવી છે. રાજપાલ યાદવની આવકનો મુખ્ય સ્ત્રોત બ્રાંડ એન્ડોર્સમેન્ટ અને ફિલ્મો છે. રાજપાલ યાદવ ૩૦ લાખથી વધારે મહિનાના કમાઈ લે છ અને વર્ષભરમાં એમની આવક ૪ કરોડ રૂપિયાની આસપાસ થઇ જાય છે.

રાજપાલ યાદવ પોતાનું જીવન રાજા મહારાજાઓની જેમ પસાર કરે છે. એ એક આલીશાન ઘરમાં રહે છે. એ ઘણા રીયલ એસ્ટેટ પ્રોપર્ટીના માલિક પણ છે. એટલું જ નહીં, પણ રાજપાલ યાદવને મોંઘી મોંઘી ગાડીઓનો પણ ખૂબ જ શોખ છે. એમની પાસે ઘણી મોંઘી અને રોયલ ગાડીઓ છે. એમની પાસે હોન્ડા એકોર્ડ, બીએમડબલ્યુ ૫ સીરીજ જેવી ઘણી ગાડીઓ છે.