શું તમારા ઘરમાં વંદા છે ? તો આ સરળ ટ્રિક થી જાતે જ ભગાડો વંદા

ઘરમાં વંદા જોવો કોઈને નથી ગમતો. તે ખૂબ ગંદા હોય છે. જ્યારે ગરમી વધે ત્યારે આવા વંદા બહાર આવે છે અને તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ અહીં આ વંદાથી છુટકારો મેળવવા માટે કેટલાક કુદરતી ઉપાય જણાવ્યા છે. જે તમને મદદરૂપ સાબિત થઈ શકે છે.

પાણી અને સિરકો

આ વંદા ભગાડવાની સૌથી સરળ રીત છે. પાણીમાં સિરકો ભેળવીને તમે સરળતાથી વંદાથી છુટકારો મેળવી શકો છો. આ માટે થોડું ગરમ ​​પાણી લો, તેમાં સફેદ સરકાનો 1 ભાગ ઉમેરો અને બંનેને સારી રીતે મિક્સ કરો. હવે તેનાથી તમારા રસોડાનો સ્લેબ, કેબિનેટ વગેરે સાફ કરો અને કુક ટોપ પણ સાફ કરો. તેને રસોડાના સિંક, પાઈપોમાં રાત્રે મૂકો. જેનાથી તે જંતુમુક્ત થશે અને વંદા તમારા રસોડાથી દૂર રહેશે.

તમાલપત્ર

તમાલપત્રની ગંધથી વંદા દૂર ભાગે છે. ઘરે જે ખૂણામાં વંદા હોય ત્યાં કેટલાક તમાલપત્ર મસળીને નાખી દો. વંદા તે જગ્યાએથી જતા રહેશે. ઉલ્લેખનીય છે કે, તમાલપત્રને હાથમાં મસળવાથી તેલ દેખાશે. જેની ગંધથી વંદા દૂર રહે છે. જોકે, સમયાંતરે તમારે પત્તાં બદલતા રહેવું જોઈએ.

લીંબુ

લીંબુ માત્ર એક શક્તિશાળી ક્લીનર નથી, પરંતુ તે વંદાને પણ ભગાડી શકે છે. રોગકારક ગુણો ને કારણે જંતુઓ તેનાથી દૂર રહે છે. તમારે ફક્ત સ્પ્રેવાળી બોટલમાં લીંબુ નિચોવવાની જરૂર છે અને તેને દરેક ખૂણામાં સ્પ્રે કરો. તમે લીંબુની છાલને પીસીને જમીન પર મૂકી શકો છો.

ઓઇલ

તમે વિચારતા હશો કે બ્યુટી ઓઇલ વંદા કેવી રીતે ભગાડી શકે ? પરંતુ, વંદા કોઈ તીવ્ર ગંધ સહન કરી શકતા નથી. તેથી, તેમને ભગાડવા અથવા તેમને મારી નાંખવા માટે ઘરમાં સિંક અને કેબિનેટમાં લવંડર, પીપરમિન્ટ અથવા કોઈપણ તીવ્ર સુગંધિત તેલનો ઉપયોગ કરો. તેને સમગ્ર ઘરમાં સુગંધિત થવા દો. તેમજ કેરોસીનથી પણ વંદા ભાગે છે.

કાકડી

બિલાડી, કુતરા, વંદા અને કીડીઓ કાકડીની ગંધ સહન કરી શકતા નથી. જો તમે કીડીઓ અને વંદાને ભગાડવા ઈચ્છતા હોવ, તો કાકડીને નાના ટુકડાઓમાં કાપીને દરેક ખૂણામાં મૂકી દો.

ખાવાન સોડા અને ખાંડ

વંદાને જાળમાં ફસાવવાનો આ એક આસાન ઉપાય છે. એક વાડકીમાં ખાવાના સોડા અને ખાંડને મિક્સ કરો અને તેમને વંદા આવતા હોય તેવી જગ્યાએ રાખો. હવે, તમારે ફક્ત વંદાની રાહ જોવાની છે. કારણ કે, ખાંડ ખાવા માટે વંદા આકર્ષિત થશે અને ખાવાનો સોડા તેમને મારવાનું કામ કરશે.