ગેસના બર્નર થઇ ગયા છે કાળા અને સળગે છે ધીમા? તો અપનાવો આ સરળ ઉપાય

એવું કહેવામાં આવે છે કે ઘરમાં કેટલીક એવી વસ્તુઓ છે જેનાથી ઘરમાં આગ લાગી શકે છે એનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરવો જોઈએ. જેથી ઘરમાં કોઈ પણ જોખમ ના થાય અને તમારો પરિવાર સુરક્ષિત રહે પરંતુ ક્યારેક લોકો ભૂલ કરી બેસે છે.

રસોડામાં રહેલ દરેક વસ્તુનું સારી રીતે ધ્યાન રાખવું જોઈએ. જેથી તમારા પરિવારને એક હાઈજેનીક જમવાનું મળે. પરંતુ દરેક વસ્તુની સાથે સાથે રસોડામાં ગેસ બર્નર પણ સાફ કરવો જોઈએ અને વધારે વાપરતા એ કાળો પડવા લાગે છે. જેના લીધે ગેસનો ફલો અને ફ્લેમ બંને ઓછા થઇ જાય છે. ગેસના બર્નર જો કાળા થઇ ગયા છે અને ધીમા સળગે છે તો? તો અપનાવો આ બેજોડ ઉપાય, એનો ઉપયોગ કરીને તમારા ચુલ્હામાં બર્નર એક્દ્મ્ક ચમકવા લાગશે.

અપનાવો આ ઉપાયગેસના સતત ઉપયોગથી બર્નર કાળા પડી જાય છે, જે કેટલાક ઉપાયોથી ચમકાવી શકાય છે. જોકે, આ કાળા બર્નરને ઘરે જ સરળતાથી એવા ચમકાવી શકાય છે, એથી એવું લાગશે કે આ એકદમ નવા જ છે. એના માટે તમારે બહાર જવાની જરૂર નથી. બર્નર ને જે લીક્વીડથી ચમકાવી શકાય છે એ તમારા ઘરે જ હાજર હોય છે. એની માર્કેટ કિંમત પણ બહુ ઓછી હોય છે, બસ તમારે આં લીક્વીડમાં બર્નરને આખી રાત પલાળી રાખવા જોઈએ.

આ કાળા પડી ગયેલ બર્નરને નવા જેવા ચમકાવવા માટે એક મોટી વાડકીમાં અડધો કપ વિનેગર નાખો, પછી એક કપ પાણી એમાં ઉમેરો. પછી એ મિશ્રણમાં બર્નર ડુબાડી દો. આ બંને બર્નર આખી રાત ડુબાડીને રહેવા દો. એ પછી સવારે એને લોખંડના બ્રશ કે વાસણ ઘસવાના કૂચાથી ઘસી નાખો. પછી કપડાથી એને સાફ કરી દો અને તમારા બર્નર એકદમ ચમકી જશે.માર્કેટમાં આ વિનેગર તમને ૫૦૦ એમએલ લગભગ ૩૫ રૂ માં મળી જશે. જે તમને કોઈ પણ જનરલ સ્ટોરમાં સરળતાથી મળી જશે. એનો ઉપયોગ લોકો ચાઉમીન બનાવવામાં કરે છે. એ સિવાય એમાં રહેલ કેમિકલ જ બર્નર સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપાય સિવાય ૨ કપ ગરમ પાણીમાં એક લીંબૂનો રસ નાખીને એમાં બર્નરને કેટલાક કલાકો માટે રહેવા દો. ચુલ્હાનાબર્નર થોડી વારમાં જ સાફ થઇ જશે.